અમદાવાદમાં  મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી , ઠેર ઠેર પાણી ભરાયા

0
350
અમદાવાદમાં  મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી , ઠેર ઠેર પાણી ભરાયા
અમદાવાદમાં  મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી , ઠેર ઠેર પાણી ભરાયા

અમદાવાદમાં  મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે અને ઠેર ઠેર પાણી ભરાયા સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. ત્યારે વરસાદી પાણી ગટર લાઈનથી પાછું બેક મારી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદના મેમ્કો પ્રેમનગરનાં નાકે આવેલા રોડ પર ગટર માંથી કેમિકલ બહાર આવી રહ્યું છે જે આસપાસના લોકોનાં ઘરમાં જવાની તૈયારી છે.. ફરી એકવાર કેમિકલયુક્ત પાણી ગટર માંથી બહાર આવવાની ઘટના બની.લોકો કેમિકલયુક્ત પાણી માંથી પસાર થવા મજબૂર બન્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યારે આ પ્રકારના યુનિટો પર કાર્યવાહી કરશે. અમદાવાદના તમામ વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી અને પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં અનેક જગ્યાએ જળભરાવના સમાચાર મળી રહ્યા છે. શહેરમાં મીઠાખળી અંડપાસ ૨ ફૂટ પાણી ભરાતા બંધ કરાયો છે. તેમજ અખબાર નગર અંડરપાસ બંધ કરાયો છે. જયારે નરોડા પાટિયા વિસ્તારમાં પાણી ભરાયા છે અને રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે

અમદાવાદ વરસાદ

અમદાવાદના એસ,જી હાઇવે , નવરંગપુરા , વસ્ત્રાપુર, વેજલપુર, પ્રહલાદનગર અને ગુરુકુળ રોડ તેમજ સી.એમ.ના મતવિસ્તાર એવા ઘાટલોડીયામાં પાણી ભરાતા રોડ પર નદીઓ વહેતી જોવા મળી. આ ઉપરાંત આજે રવિવારની રાજા હોવાથી લગભગ શહેરીજનો પોતાના ઘરે જ હતા ત્યારે રવિવારે ધીમીધારે શહેરમાં ૧થિ 1.5 ઇંચ વરસાદ ખાબકયો. અને વહેલી સવારથી મેઘરાજાને ધમાકેદાર એન્ટ્રી શહેરમાં કરતા તમામ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયાના સમાચાર મળી રહ્યા છે. ક્યાંક શહેરીજનો ખાણીપીણીના સ્ટોલ પર ગરમા ગરમ ભજીયાની મોજ માણતા પણ જોવા મળ્યા .

અમદાવાદ વરસાદ 1

રાજ્યમાં વરસાદી માહોલ કામ્યો છે ત્યારે અમદાવાદ શહેર તેમજ ગાંધીનગર અને અમદાવાદ જીલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ મધ્ય ગુજરાતના તમામ જીલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાજ જગતના તાતને રાહત થઇ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને શહેરીજનોને વરસાદી માહોલમાં કામ સિવાય બહાર ન નીકળવું તેવી અપીલ પણ સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી છે.