સનાતન વિવાદ પર બોલ્યા પીએમ મોદી, દેશને ગુલામીમાં ધકેલવા માંગે છે I.N.D.I.A ગઠબંધન

0
293
સનાતન
સનાતન સનાતન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે મધ્ય પ્રદેશના બીના પહોંચ્યા. પીએમ મોદીએ અહીં 50,700 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. આ દરમિયાન જનસભાને સંબોધતા પીએમ મોદીએ સનાતન પર ચાલી રહેલી વિવાદ અંગે વિપક્ષના ગઠબંધન INDIA પર આકરા પ્રહાર કર્યા. પીએમ મોદી એ કહ્યું કે વિપક્ષે INDI ALLIANCE બનાવ્યું છે. તેને કોઈ ઘમંડિયા ગઠબંધન પણ કહે છે. મુંબઈની બેઠકમાં ઘમંડિયા ગઠબંધને નીતિ બનાવી છે. તેમનો છૂપાયેલો એજન્ડા છે. તેમની નીતિ છે ભારતની સંસ્કૃતિ પર હુમલો કરવાની. ભારતીયોની આસ્થા પર હુમલો કરવાની નીતિ છે. આ લોકો સનાતન ને ટાર્ગેટ કરી રહ્યા છે. સનાતન પરંપરાને સમાપ્ત કરવાનું વિચારી રહ્યા છે. ગાંધી, લક્ષ્મીબાઈએ સનાતનથી પ્રેરણા લીધી હતી, પરંતુ આ ઘમંડિયા ગઠબંધનના લોકો સનાતનને ખતમ કરવા માંગે છે. સનાતનને તહેસ નહેસ કરવા માંગે છે. 

ગુલામીમાં ધકેલવા માંગે છે
પીએમ મોદીએ કહ્યું કે આજે આ લોકોએ ખુલીને બોલવાનું શરૂ કરી દીધુ છે. ખુલીને હુમલા કરવા માંડ્યા છે. દેશના દરેક ખૂણે ખૂણે દરેક સનાતનીએ, દેશની માટીથી પ્રેમ કરનારાઓએ સતર્ક રહેવાની જરૂર છે. તેઓ દેશને ગુલામીમાં ધકેલવા માંગે છે. પરંતુ આપણે મળીને આવી તાકાતોને રોકવાની છે. આપણી એકજૂથતા, સંગઠનની શક્તિથી તેમના મનસૂબાઓને નિષ્ફળ કરવાનું છે. ભાજપ રાષ્ટ્રભક્તિની સેવા માટે સમર્પિત છે. ભાજપ હંમેશાથી એક સંવેદનશીલ પાર્ટી છે. જે દેશ હિત માટે કામ કરે છે. 

સનાતનને તહેસનહેસ કરવા માંગે છે
પીએમ મોદીએ કહ્યું કે INDI ALLIANCE ના નેતા સનાતનને ખતમ કરવા માંગે છે. સનાતનને તહેસ નહેસ કરવા માંગે છે. આપણે મળીને આવી તાકાતોને રોકવાની છે. સંગઠનની શક્તિથી, એકજૂથતાથી મનસૂબાઓ નિષ્ફળ કરવાનું છે. મારા પરિજનો ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રભક્તિ, જનશક્તિ, અને જનભક્તિ અને જનસેવાની રાજનીતિથી પ્રેરિત છે. 

પીએમ મોદીએ આ યોજનાઓનો કર્યો શિલાન્યાસ
પીએમ મોદીએ એમપીમાં 50,700 કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો. તેમાં બીના રિફાઈનરીમાં એક પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સ, અને રાજ્યભરમાં 10 નવી ઔદ્યોગિક પરિયોજનાઓ સામેલ છે. ત્યારબાદ પીએમ મોદી છત્તીસગઢ જશે. જ્યાં તેઓ 6350 કરોડ રૂપિયાના મહત્વપૂર્ણ રેલ ક્ષેત્રની પરિયોજનાઓનો શુભારંભ કરશે.