અમદાવાદ જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની જાહેરાત

0
510
અમદાવાદ જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની જાહેરાત
અમદાવાદ જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની જાહેરાત

અમદાવાદ જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની જાહેરાત

પ્રમુખ તરીકે  કંચનબા વાઘેલા બિનહરીફ ચૂંટાયા

ઉપપ્રમુખ તરીકે કાંતિભાઈ ઠાકોર

કારોબારી ચેરમેન તરીકે પ્રમોદ પટેલની જાહેરાત

પ્રમુખ તરીકે  કંચનબા વાઘેલા બિનહરીફ ચૂંટાયા

ઉપપ્રમુખ તરીકે કાંતિભાઈ ઠાકોર

કારોબારી ચેરમેન તરીકે પ્રમોદ પટેલની જાહેરાત

અમદાવાદ જિલ્લા પંચાયતની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ છે.  પ્રમુખ તરીકે કોંગ્રેસના પારુલ બેન પઢારની ટર્મ પૂર્ણ થતાં ભાજપના નવા પ્રમુખ બિન હરીફ ચૂંટાઈ આવ્યા હતા .ભાજપના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા પ્રમુખ ,ઉપપ્રમુખના જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરવામાં  આવ્યા હતા.ત્યારે  જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ શાસક પક્ષના નેતાની જાહેરાત કરવામાં આવી છે…અમદાવાદ જિલ્લાપંચાયતના  પૂર્વ ભાજપ પ્રમુખ કે.સી પટેલ તેમજ  અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદ ગીરી ગોસ્વામીની હાજરીમાં નવ નિયુક્ત હોદેદારોની બિનહરીફ પ્રમુખ ,ઉપ પ્રમુખની જાહેરાત કરવામાં આવી.અમદાવાદ જિલ્લાપંચાયતના પ્રમુખ તરીકે  કંચનબા વાઘેલા ની જાહેરાત કરવામાં આવી..તેઓ ક્ષત્રિય સમાજમાંથી સાણંદના કાર્યકર્તા તરીકે પસંદગી કરવામાં આવી છે..તેમજ ઉપપ્રમુખ તરીકે  દસક્રોઈ વાંચ ગામના  કાંતિભાઈ ઠાકોરની બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા.જિલ્લા પંચાયત ના કારોબારી ચેરમેન તરીકે કડવા પાટીદાર પ્રમોદભાઈ પટેલની જાહેરાત કરવામાં આવી.અમદાવાદ જિલ્લાના ધોલેરાના હેબતપુર ગામના કોળી પટેલ સમાજમાંથી સંગીતાબેન વેગડને શાસક પક્ષના નેતા તરીકે જાહેરાત કરવામાં આવી.અમદાવાદ જિલ્લા પંચાયતની આગામી અઢી વર્ષની ટર્મ નિયુક્ત હોદ્દેદારોએ સૌના સાથ સહકાર સાથે  વિકાસ કરવાની વાત કરી.જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ,ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન એ  વીઆર લાઈવ ન્યુઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે અમદાવાદ જિલ્લાના ગામોનો સમતોલ વિકાસ કરી તમામ પાયાના સુવિધા પોહચડવા કામગીરી કરીશું..ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવીશું તેમજ વિકાસના કામો આગળ વધારીશું..

ડીઝલ વાહનો પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ કરશે નીતિન ગડકરી