કોંગ્રેસમાં જોડાયા આપ પાર્ટીના કાર્યકરો : શક્તિસિંહ ગોહિલે આવકાર્યા

0
164
કોંગ્રેસમાં જોડાયા આપ પાર્ટીના કાર્યકરો : શક્તિસિંહ ગોહિલે આવકાર્યા
કોંગ્રેસમાં જોડાયા આપ પાર્ટીના કાર્યકરો : શક્તિસિંહ ગોહિલે આવકાર્યા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખેસ પહેરાવીને તેમની આગેવાનીમાં વધુ એક વખત આપ માંથી પાર્ટીના હોદ્દેદારો તેમજ વિશ્વ હિન્દુસ્તાની સંગઠનના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. આદિવાસી સમાજના આગેવાન અને આપના પૂર્વ ઉપપ્રમુખ અર્જૂન રાઠવા કોંગ્રેસમાં જોડાયા છે.  કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખેસ પહેરાવી આવકાર્યા હતા. વિશ્વ હિંદુસ્તાની પાર્ટીના આદિત્ય રાવલ સાથે તમામ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે..અમે સત્તા પડાવી લેવાનો નહીં પણ ગુજરાતના લોકોની સેવાનો યજ્ઞ શરૂ કર્યો છે. આદિવાસી સમાજના નેતા અને ૨૦૧૩થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા અર્જૂન રાઠવા ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. આદિત્ય રાવલ ભાજપના પરેશ રાવલ સામે ચૂંટણી લડ્યા હતા તેમણે  વિશ્વ હિન્દુસ્તાન સંગઠન ના આદિત્ય રાવલ સાથે  8 લાખ જેટલા કાર્યકર્તા રાજ્યભરમાં જોડ્યા છે .

આજરોજ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં ભરતી મેળો યોજાયો. વધુ એક વખત આપ માંથી પાર્ટીના હોદ્દેદારો તેમજ વિશ્વ હિન્દુસ્તાની સંગઠનના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એ જણાવ્યું કે..અમે સત્તા પડાવી લેવાનો નહીં પણ ગુજરાતના લોકોની સેવાનો યજ્ઞ શરૂ કર્યો છે.આદિવાસી સમાજના ચહેતા નેતા અને ૨૦૧૩થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા અર્જૂન રાઠવા ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે જણાવ્યું કે કોઈ જાતની લોભ-લાલચ વિના જોડાઈ રહ્યાં છે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે વિશ્વ હિંદુસ્તાન સંગઠન પાર્ટી જેણે ઉભી કરી તેવા આદિત્ય રાવલ તેમની પાર્ટીનો વિલય કોંગ્રેસમાં કરી રહ્યાં છે . આપ પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું કે  વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં અમને એમ હતુ કે અમે સફળ થઈશું પણ ન થઈ શક્યા અને કોંગ્રેસને પણ સફળ ન થવા દિધી ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના નેતાઓને સૂચનો આપ્યા હતા પણ કોઈએ ધ્યાન ન આપ્યુ. જેથી અમે કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય કર્યો. ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં દરેક જીલ્લા કક્ષાએ નાગરિકોના સંપર્ક, તેમની સમસ્યાઓ અને સ્થાનિક અગ્રણીઓ સાથે મહત્વના મુદ્દા પર ચર્ચા કરીને સંકલ કરી રહ્યા છે.   સાથેજ જન સંપર્ક દ્વારા નાગરિકોની ફરિયાદોના ન્વરણ માટે પણ કાર્યક્રમો, પદયાત્રા અને ડિજીટલ સંપર્ક કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આગામી ચૂંટણીમાં કેવું પરિણામ આ કાર્યકર્તાઓ લાવશે તે જોવાનું રહ્યું