Gujarat Startup – 20 |લીલો સૂકો કચરો અને બન્યું ખાતર | VR LIVE

1
93
Gujarat Startup - 20 |લીલો સૂકો કચરો અને બન્યું ખાતર
Gujarat Startup - 20 |લીલો સૂકો કચરો અને બન્યું ખાતર

વિશ્વભરમાં દર વર્ષે એક અબજ 30 કરોડ ટન કચરો વેડફાય છે. તેમાંથી ખેતીનો ઘણો કચરો ખેતરમાં જ નાશ પામે છે. કેટલાક કચરો મિલોમાંથી અને કેટલાક રસોડામાંથી બહાર આવે છે. એક રિપોર્ટ મુજબ, જો આપણે એકલા બટાટા લઈએ તો વિશ્વભરમાં દર વર્ષે લગભગ 1 કરોડ 30 લાખ ટન બટાકાનો બગાડ થાય છે. ભારતમાં નાશ પામેલા બટાકાનું વજન 20 થી 30 લાખ ટન છે. જ્યારે ભારત સરકારે 2014માં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું ત્યારે લીલા અને સુકા કચરા પર ગંભીર વિચારણા કરવામાં આવી હતી. આજે ગુજરાત સ્ટાર્ટઅપ કાર્યક્રમ અંતર્ગત આપને લીલો અને સુકો કચરો ભેગો કરીને ઓર્ગેનિક ખાતર બનાવ્યું છે .

રસોડામાં ઉત્પન્ન થતો કચરો જેવો કે ફળો શાકભાજીની છાલ, ચા પત્તી, કોફીનો ભુક્કો, વધેલો ખાદ્ય પદાર્થ, વિગેરે લીલો સુકો કચરો . એક અભ્યાસ મુજબ ચાર સભ્યોનો એક પરિવાર દરરોજ આશરે બે કિલો રહી 3 કિલો લીલો સુકો કચરો પેદા કરે છે . જેમાંથી પચાસ ટકા ભીનો કચરો હોય છે. તેવી રીતે એક મોટા શહેરમાં દરરોજ આશરે 50 ટન ભીનો કચરો ઉત્પન્ન થાય છે . જો આ કચરાનો યોગ્ય નિકાલ ના થાય તો આ કચરો જમીનમાં ઉતરીને ભુગર્ભ જળને પ્રદુષિત પણ કરે છે ત્યારે આ કચરામાંથી ઘરેલું ખાતર બનાવાય તો ભીના કચરાના ઉત્પાદનમાં ઘટાડો કરી શકાય અને તેનો ઉપયોગ બગીચાના શાકભાજી અને ફળો ઉગાડવામાં કરી શકાય

સામાન્ય રીતે આપણા ગુજરાતીઓનાં ઘરમાં સવારથી લીલો કચરો ભેગો થવાનો શરૂ થાય છે. લીલો કચરો એટલે ફળની છાલ, શાકભાજીનાં ડૂંડા, ફૂલો અને વધેલું જમવાનું. આ બધું જ આપણે કાંઇપણ સમજ્યા વગર કચરાપેટીમાં પધરાવતા હોઇએ છીએ. પરંતું તમને કોઇ કહે કે, આ લીલા કચરાને પણ તમે ફરીથી વાપરી શકો છો. લીલા કચરાથી ખાતર પણ બની શકે છે ત્યારે અચંબિત ચોક્કસ થવાય પરંતુ આપણા વાતાવરણ અને ધરતીને બચાવવા આ કામ સૌથી પહેલા કરવું જોઈએ . ગુજરાત સ્ટાર્ટઅપ પોલીસી અંતર્ગત અને ભારત સરકારના સ્ટાર્ટ અપ કાર્યક્રમ હેઠળ ખુબ જ અગત્યનું સંશોધન ગુજરાતના યુવાનો કરી રહ્યા છે . અને આત્મનિર્ભર બની રહ્યા છે .બેસ્ટ સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.