આખી દુનિયાને ચંદ્રનો દક્ષીણ ધ્રુવ બતાવશે ભારત

0
209
આખી દુનિયાને ચંદ્રનો દક્ષીણ ધ્રુવ બતાવશે ભારત
આખી દુનિયાને ચંદ્રનો દક્ષીણ ધ્રુવ બતાવશે ભારત

ભારત આજે ઈતિહાસ રચશે . ચંદ્રયાન-3 ચંદ્ર પર આજે લેન્ડ થશે અને ઈસરોએ તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે અને સતત પળેપળની અપડેટ પણ મેળવી રહ્યું છે . ભારત આજે ચંદ્રના એક ભાગ ને દુનિયા સમક્ષ બતાવશે જે ભાગ છે ચંદ્રનો દક્ષીણ ધ્રુવ . ચંદ્રનો આ ભાગ પૃથ્વી પરથી જોઈ નથી શકાતો. ઈસરોએ આ માહિતી આપી છે . ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષીણ ધ્રુવ પર લેન્ડ કરશે .આ ચંદ્રની જમીનનો સૌથી દૂરનો વિસ્તાર ગણાય છે. ચંદ્રયાન-3એ લેન્ડિંગ ચંદ્રના આ ભાગના ફોટા મોકલીને દુનિયાને અચંબિત કરી દીધું છે . ઈસરોના કમાન્ડ સેન્ટરમાં બેઠેલા વૈજ્ઞાનિક પણ એલર્ટ મોડમાં છે. ચંદ્રયાન-3ના લેન્ડરની દરેક મૂવમેન્ટ પર નજર રાખી રહ્યા છે

ચંદ્રનો આ ભાગ  પૃથ્વી પરથી  જોઈ નથી શકાતો.

ભારત સહિત દુનિયાના દેશોમાં આજે ઉત્સુકતા છે ચંદ્રયાન-3 લેન્ડ થશે તેની . ભારતનું ચંદ્રયાન -3 સતત ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન -3 પર આખી દુનિયાની નજર છે . ચંદ્રયાન -3 ના લેન્ડિંગ પર ભારતના વૈજ્ઞાનિકો નું સતત મોનીટરીંગ અને અપડેટ મળતી રહે છે અને દરેક ભારત વાસીઓમાં એક ગર્વની લાગણી ઉમેરાય છે . કારણ કે હવે ચંદ્ર પર ઉતરવાને હવે ગણતરીના કલાકો બાકી છે. ચંદ્રયાન -3 આ પહેલા ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોને ચંદ્રની તસવીરો મોકલીને ચંદ્રની વિશાળતા , ખાઈ, ખીણ અને જમીન કેવી છે તે અંગે માહિતી આપી રહ્યું છે .

ફરીથી ચંદ્રયાન -3ના વિક્રમ લેન્ડરે ચંદ્રની કેટલીક તસવીરો મોકલી છે, ઈસરોએ તેના ટ્વિટર શેર કરી છે. ઈસરોએ માહિતી આપી કે વિક્રમ લેન્ડર દ્વારા કેટલીક તસવીરો મોકલવામાં આવી છે. વિક્રમ લેન્ડરમાં લગાવવામાં આવેલો કેમેરો લેન્ડિંગ દરમિયાન પથ્થરો અને ઊંડા ખાઈ વિશે માહિતી આપશે . પરંતુ ન્હાલ કેટલીક તસ્વીરો મોકલીને ભારતના ચંદ્રયાન પર ગર્વ થાય તેવી તસવીરો મોકલીને એ સાબિત કરી રહ્યું છે કે તે તેનું ટેકનીકલ કામ ખુબ સરસ રીતે કરી રહ્યું છે. વિક્રમ લેન્ડરે ચંદ્ર તરફ આગળનું પગલું ભર્યું. ધીરે ધીરે ચંદ્રયાન -3 ચંદ્રની સપાટીની નજીક જઈ રહ્યું છે. બીજી તરફ ઈસરોએ એક સારા સમાચાર આપ્પ્રોયા છે ચંદ્રયાન -3 મોડ્યુલમાં 150 કિલોથી વધુ બળતણ હજી સ્ટોક છે. આ એ જ મોડ્યુલ છે જેમાંથી વિક્રમ લેન્ડર થોડા કલાકો પહેલા છુટું થઈ ગયું હતું. અગાઉ એવું માનવામાં આવતું હતું કે તે ત્રણથી છ મહિના સુધી કામ કરી શકશે તેટલું ઇંધણ છે. પરંતુ હવે તે હવે ઘણા વર્ષો સુધી કામ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે એક નિવેદનમાં કહ્યું કે , પ્રોપલ્શન મોડ્યુલમાં ઘણું બળતણ બચ્યું છે , જે અમારી ધારણા કરતાં વધારે છે. તેનું કારણ એ છે કે ચંદ્ર પર જવાના માર્ગમાં બધું જ સામાન્ય ચાલી રહ્યું હતું અત્યાર સુધીમાં કોઈ જ કટોકટી કે ટેકનીકલ સુધારણાની જરૂર પડી ન હતી. જેના કારણે ઈંધણ વધુ ઇંધણ હાલ સ્ટોકમાં છે . ઈસરોના વડાએ પુષ્ટિ કરી છે કે 150થી પણ વધારે કિલો ઈંધણ હાલ બચતમાં છે