બિહાર: મહાવીરી જુલૂસ દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ
પોલીસ કર્મચારી સહિત 12 લોકો ઘાયલ
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
બિહારમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. બિહારના બગાહા અને પૂર્વ ચંપારણ જિલ્લામાં કેટલાક સ્થળોએ મહાવીરીની શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે. આ દરમિયાન મહાવીરીના સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જોકે, જિલ્લા વહીવટીતંત્રનો દાવો છે કે સ્થિતિ હવે સામાન્ય છે. એવું કહેવાય છે કે મોતિહારીમાં બે ત્રણ જગ્યાએ અથડામણ થઈ હતી જ્યારે બગાહામાં સરઘસ પર પથ્થરમારો કર્યા પછી બે પક્ષો અથડામણ થઈ હતી. આ પછી ભારે તોડફોડ થઈ હતી. મહાવીર અખાડાએ સોમવારે બગાહાના રતનમાલા ખાતે શોભાયાત્રા કાઢી હતી. આ દરમિયાન પર પથ્થરમારો થયો હતો. આ પછી બંને પક્ષે હિંસા શરૂ થઈ ગઈ. અનેક બાઇકને આગ ચાંપવામાં આવી હોવાના પણ અહેવાલ છે. બગાહા પોલીસના જણાવ્યા અનુસાર, બગાહામાં મહાવીર ધ્વજ લહેરાવતી વખતે રતનમાલા મોહલ્લામાં બે સમુદાયો વચ્ચે થયેલી નજીવી અથડામણમાં લગભગ એક ડઝન લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. માહિતી મળ્યા પછી, જિલ્લા મેજિસ્ટ્રેટ પશ્ચિમ ચંપારણ, પોલીસ અધિક્ષક બેતિયા અને પોલીસ દળ સ્થળ પર તૈનાત છે. સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. અહીં, મહાવીરીની યાત્રા દરમિયાન મોતિહારીમાં ત્રણ સ્થળોએ ઘર્ષણના અહેવાલ છે.બિહારમાં તણાવના તમામ સ્થળોએ વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મહાવારી અખાડા સમિતિ દ્વારા મહાવીરી જુલૂસ કાઢવામાં આવી રહ્યું હતું. જુલૂસમાં સામેલ લોકોનું કહેવું છે કે, રતનમાલામાં બીજા પક્ષના લોકોએ આનો વિરોધ કર્યો. ત્યારબાદ સ્થિતિ વણસી અને પથ્થરમારો શરૂ થઈ ગયો.. પથ્થરમારા બાદ બગહા-બેતિયા મુખ્યમાર્ગ પર વાહનવ્યવહાર બંધ રહ્યો.
વાંચો અહીં મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં સતત વધારો