અનિલ કપૂર અને નાના પાટેકર વેલકમ-3 ફિલ્મમાં જોવા નહિ મળે

1
87
અનિલ કપૂર અને નાના પાટેકર વેલકમ-3 ફિલ્મમાં જોવા નહિ મળે
અનિલ કપૂર અને નાના પાટેકર વેલકમ-3 ફિલ્મમાં જોવા નહિ મળે

મજનુ વિના ઉદયભાઈની ભૂમિકા ભજવવા નથી માંગતો આ શબ્દો છે નાના પાટેકર ના એટલેકે ખુબ જ જાણીતી ફિલ્મ વેલકમ માં ઉદય ભાઈની ભૂમિકા કરીને ફિલ્મને સફળતાના શિખરે પહોચ્ડનાર મહાન દિગ્ગજ કલાકારના. હાલ વેલકમ -3 ને લઈને ખુબ ચર્ચા ચાલી રહી છે ત્યારે આપને જણાવી દઈએકે નાના પાટેકર અને અનીલ કપૂર વેલકમ-3 નો હિસ્સો નહિ હોય. બંને અભિનેતાઓએ આ ફિલ્મ ઠુકરાવી દીધી છે. અને તેના કારણો પણ સામે આવ્યા છે . અનિલ કપૂર અને નાના પાટેકર વેલકમ-3 માં જોવા નહિ મળે તે જાણીને અભિનેતાઓના ચાહકોને ખુબ જ દુઃખ થયું, આ ફિલ્મમાં હવે સંજય દત્ત અને અરશદ વારસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચાહકો અનીલ કપૂર અને નાણા પાટેકરને મજનુ અને ઉદયની તેમની જાણીતી ભૂમિકાઓમાં ફરી એકવાર જોવા માંગતા હતા. પરંતુ તે તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

એક અહેવાલ મુજબ, અનીલ કપૂર અને નાના પાટેકર બંનેને વેલકમ 3 માટે ફિલ્મના નિર્માતા તરફથી ઓફર મળી હતી પરંતુ ફિલ્મની ફીને લઈને વાત આગળ વધી ન શકી અનિલ કપૂર અને નાના પાટેકર વિના વેલકમ-3 ન થઈ શકે તેવું ચાહકો ભલે માનતા હોય પરંતુ આ વાત ફિલ્મના નિર્માતા પણ માનતા હતા તેથી બંને કલાકારોને પહેલા વેલકમ -3 ફિલ્મની ઑફર કરવામાં આવી હતી, પરંતુ વાતચીત દરમિયાન ફી બાબતે અનીલ કપૂર સાથે વાત આગળ વધી નહિ. ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાને વાતચીત દરમિયાન આંચકો લાગ્યો જ્યારે અનિલ કપૂરે ફિલ્મમાં અભિનય કરવા માટે 18 કરોડ રૂપિયાની ફીની માંગણી કરી. એક અહેવાલમાંજણાવવામાં આવ્યું કે અનિલ કપૂર આ ફિલ્મના પ્રોજેક્ટમાંથી બહાર નીકળ્યા પછી, અભિનેતા નાના પાટેકરે પણ પોતાનો ફિલ્મમાં કામ કરવા અંગે નિર્ણય જાહેર કર્યો છે. નાના પાટેકરરે પણ

ફિલ્મમાંથી બહાર નીકળવાનું મન બનાવ્યું અને કહ્યું કે મજનુ વિના ઉદયભાઈની ભૂમિકા ભજવવામાં રસ નથી. કારણકે “ઉદય અને મજનૂ પાવ -ભાજી જેવા છે. પાવ વિના ભાજી ખાવાની કોઈ મજા નથી આવતી તેમ એકવાર અનિલ કપૂરે ફિલ્મ છોડી એટલે  નાના પાટેકરે પણ ફિલ્મમાંથી વિદાય લીધી છે . હવે જોવાનું એ રહેશે કે આ બંને દિગ્ગજ કલાકારો આ ફિલ્મમાં નથી ત્યારે દર્શકો શું મજનું અને ઉદય ભીની ભૂમિકામાં જે અભિનેતાઓ આવશે તેને સ્વીકારશ કે નહિ

1 COMMENT

Comments are closed.