અમદાવાદ સિવિલ અને યુ.એન.મહેતા હોસ્પિટલનુ “જોઇન્ટ ઓપરેશન”
૧૪ વર્ષના બાળકને કેન્સર મુક્ત કરી નવજીવન
કિડનીમાં જોવા મળતા રેર કેન્સર “ઇવીંગ્સ સાર્કોમાં”ની જટિલ સર્જરી કરી
નવેમ્બર-૨૦૨૨ માં બાળકને અચાનક પેશાબમાં લોહી નીકળવા લાગ્યું હતું
અમદાવાદ સિવિલ અને યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા “જોઇન્ટ ઓપરેશન” કરીને ૧૪ વર્ષના બાળકને કેન્સર મુક્ત કરી નવજીવન આપવામાં આવ્યું છે. સિવિલ ના સુપ્રીટેન્ડન્ટ અને યુ.એન.મહેતાના ડાયરેક્ટરે કિડની માં જોવા મળતા રેર કેન્સર “ઇવીંગ્સ સાર્કોમાં”ની જટિલ સર્જરી કરી હતી. જામનગરના ૧૪ વર્ષીય અંકિત ગોંડલીયાને નવેમ્બર- ૨૦૨૨માં પેશાબમાં લોહી નીકળતા તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં જરૂરી રિપોર્ટ કરાવતા કિડનીનું કેન્સર હોવાનું નિદાન થયું. જેની સારવાર અર્થે કિમો થેરાપી શરૂ કરવામાં આવી. કીમો થેરાપીની 9 સાયકલ આપવા બાદ પણ થ્રોમ્બોસીસ એટલે કે સોજો અને ટ્યુમર ઓછું ના થતા અંતે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગમાં સર્જરી માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા.બાળ રોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી અને તેમની ટીમ દ્વારા આ દર્દીની સર્જરી હાથ કરવામાં આવી હતી. અત્યંત ગંભીર અને રેર કહી શકાય તેવી આ સર્જરીમાં વાસક્યુલર સર્જનની પણ ખૂબ જ જરૂર હતી. જે કારણોસર અમદાવાદ સિવિલ મેડીસીટી ના જ યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટના વડા અને સર્જન ડૉ. ચિરાગ દોશીની આ સર્જરીમાં મદદ લેવામાં આવી.આ ટ્યુમરમાં થ્રોમ્બોસીસનો અત્યંત જટિલ ભાગ હતો તે દૂર કરવામાં આવ્યો.સર્જરી બાદ બાળક સ્વસ્થ છે અને તેને ડિસ્ચાર્જ કરાયુ છે. ફરી આગળ બીજી સાત કિંમત થેરાપી લેવાની છે. આશા રાખીએ બાળક કેન્સર મુક્ત થઈ જાય અને સ્વસ્થ જીવન જીવી શકશે તેમ ડૉ.જોશીએ જણાવ્યું હતું.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ