આ વર્ષે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી ભારતવર્ષમાં થઇ છે અને કેટલાક રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓથી હજારોના મોતના સમાચાર પણ મળી રહ્યા છે પરંતુ ઓગસ્ટ મહિનામાં ભર ચોમાસે પણ કોરું જોવા મળી રહ્યું છે અને લગભગ મોટા ભાગના રાજ્યોમાં ઓગસ્ટ મહિનો કોરોધાકોર છે . હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર એક સદી પછી એટલેકે 100 વર્ષ પછી ઓગસ્ટ મહિનો કોરો હોય તેવા અણસાર મળી રહ્યા છે કારણકે 17 દિવસમાં દેશમાં માત્ર 3.6 ઇંચ સરેરાશ વરસાદ પડ્યો છે જે 7 ઇંચ જેલ્જો હોય છે . 50 ટકા વરસાદ 17 દિવસમાં ઓછો નોંધાયો છે. અને દેશના મોટા ભાગના રાજ્યોમાં સુકો ઓગસ્ટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌથી ઓછો વરસાદ ઓગસ્ટ વર્ષ ૧૯૦૧માં આવી પરિસ્થિતિ જોવા મળી હતી જે 100 વર્ષ પછી ફરી ઓગસ્ટ કોરો છે.
ઓગસ્ટમાં ઓછો વરસાદ થયો છે અને અગામી દિવસોમાં પણ સામાન્ય વરસાદના એધાણ મળી રહ્યા છે. હાલ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બન્યું છે તે કેવો વરસાદ ખેચીને લાવશે તે અગામી દીબસોમાં નક્કી થશે પરંતુ અલનીનોની અસર જોવા મળી રહી છે.
ઓછા વરસાદને લીધે ઉનાળુ પાક અને હાલ જે વાવણી કરીને ખેડૂતોએ ચોમાસું પાક લીધા છે તેમાં સિંચાઈ માટે તકલીફ જોવા મળી રહી છે. , દેશના દક્ષીણ, પશ્ચિમ અને મધ્ય ભાગમાં વરસાદ ઓગસ્ટ મહિનામાં ઓછો પડ્યો છે. છેલ્લા ઘણા દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે અને દેશના ખેડૂતો રાહ પણ જોઈ રહ્યા છે .. પરંતુ હવામાન વિષે આગાહી કરતા નિષ્ણાત આંશિક ખુશી મળે તેવી આગાહી પણ કરી રહ્યા છે.
જાણકારોના મત પ્રમાણે હજુ પણ વરસાદનો કોઈ મોટો સારો રાઉન્ડ આવવાનો નથી પણ અણધાર્યો છૂટોછવાયો વરસાદ એટલેકે લોટરી રાઉન્ડ આવશે. જે બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરને આભારી રહેશે.બંગાળની ખાડીનું લો પ્રેશર જો ગુજરાત ઉપર આગળ વધશે તો આવે તો એક સારો રાઉન્ડ આવી શકે છે . પરંતુ અત્યારે બનનારું લો પ્રેશર ગુજરાત સુધી પહોંચી નહિ શકે અને મધ્યપ્રદેશ સુધી જ પહોંચશે . એટલે ગુજરાતે છૂટાછવાયા વરસાદથી જ સંતોષ માનવો પડશે. લોટરી રાઉન્ડ તેને કહેવાય કે તેમાં ક્યાં વરસાદ પડે એ લોકેશન સાવ ફિકસ ના હોય. એટલે લોટરી જેમ ગમે તેનો નંબર લાગે. અને એ કડાકા ભડાકા સાથે આવશે. છૂટો છવાયો વરસાદ પણ થઇ શકે . જેમાં બધે વરસાદ ના પડે. છુટા છવાયા નંબર લાગે. કાલે ક્યાંક ઝાપટા પડે આ લોટરી રાઉન્ડ 19 તારીખે શરૂ થશે. અને ત્રણ ચાર દિવસ જેવો ચાલી શકે. આ રાઉન્ડ સાર્વત્રિક નથી બધે વરસાદ નહિ પડે .હાલ તો માત્ર 30 ટકા આસપાસ જ વિસ્તારનો નંબર લાગશે તેવી શકયતા દેખાઈ છે પરંતુ લો પ્રેશર મધ્યપ્રદેશ પર આવે ત્યારે વધુ સમય સુધી તેની મજબૂતાઈ જાળવી રાખે તો ગુજરાતના વધુ વિસ્તારનો નંબર લાગી શકે. હવામાનના જાણકારો આગોતરું એંધાણ પણ આપી રહ્યા છે . લોટરી રાઉન્ડ બાદ હજુ આ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં હજુ પણ કોઈ મોટો કે સારો રાઉન્ડ આવશે નહિ. સપ્ટેમ્બર ના પહેલા અઠવાડિયામાં સંભવત વરસાદના સારા ચાર્ટ આવી શકે.