ડીસામાં 15મી ઓગસ્ટની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી

0
165
ડીસામાં 15મી ઓગસ્ટની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી
ડીસામાં 15મી ઓગસ્ટની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી

ડીસામાં 15મી ઓગસ્ટની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી

ડીસા આદર્શ વિદ્યાલયમાં ઉજવણી

વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

ડીસામાં આદર્શ વિદ્યાલય સંકુલ  ખાતે ડો અકિતાબેન પઢીયારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને નાની બાળાઓ દ્વારા સંસ્કૃતિ કાર્યકમ રજુ કરવામાં આવ્યા હતાં દેશભક્તિના ગીતો અને દેશભક્તિના માહોલમાં મોટીસંખ્યામાં  દેશભક્તોની ઉપસ્થિતિમાં આદર્શ હાઇસ્કુલ ખાતે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી. જ્યારે ગાંધીચોક અને મહારાણા પ્રતાપ હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપી 15 મી ઓગસ્ટની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ગાંધીચોકમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુ ઠક્કરના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી જ્યારે મહારાણા પ્રતાપ હાઇસ્કુલ ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઇ મોઢના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

ગાંધીચોક ખાતેથી રાજુ ઠક્કર દ્વારા ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે ડીસા વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ લાવીને ડીસાને વિકસિત બનાવવા માટે નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો તમામ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ડીસાને એક આગવું સ્થાન અપાવીને વિકાસની રાહમાં અગ્રેસર રાખવા ડીસા નગરપાલિકા પ્રયત્નશીલ છે મહારાણા પ્રતાપ હાઇસ્કુલ ખાતે 15 મી ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ ડીસા ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા અને નિવૃત્ત જવાનોને સન્માનિત કરી દેશ માટે જે તેમને પોતાનો સમય અને ફરજ નિભાવી છે તે યોગદાનને બિરદાવ્યું હતું ત્યારે આજે એક અનોખો પ્રયાસ કરીને ડીસા ધર્મ ભૂમિની માટી લઈને એક કળશમાં ભરીને તેનું પૂજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે મહારાણા પ્રતાપ હાઈસ્કૂલના સ્ટેજ ઉપર દેશની બોર્ડર પર ફરજ બજાવી આવેલા નિવુત આર્મીમેન રસિકજી ઠાકોર અને અન્ય નિવુત આર્મીમેનોનુ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને આવનાર તમામ વ્યક્તિઓનું મન મોહી લીધું હતું. આજના આ કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર પાણી પુરવઠા ચેરમેન અમિતભાઈ રાજગોર બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઇ ઠાકોર.કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ જોશી્ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન  નયનાબેન સોલંકી પુર્વ પાલિકા પ્રમુખ શિલ્પાબેન દેવુભાઈ માળી.હાજર રહ્યા હતા  ત્યારે ડીસા શહેરજનો આજે દેશભક્તિના રંગે રંગાયા હતા..

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ