જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ગ્રેનેડ હુમલો
સેનાના જવાન સહીત ત્રણ ઘાયલ
ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
સદનસીબે કોઈ જાનહાનિ નહીં
હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લો અવાનવાર સેના અને આંતકી વચ્ચે અથડામણ થતી રહે છે.ત્યારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગમાં ગ્રેનેડ હુમલાના સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રેનેડ વિસ્ફોટમાં સેનાના જવાન સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. હુમલાને અંજામ આપીને આતંકીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર સુરક્ષા દળોએ બુધવારે રાત્રે જિલ્લાના અથલાન ગાડોલે ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા દળોની સંયુક્ત ટીમે તરત જ સર્ચ શરૂ કર્યું. છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગ્રેનેડ ફેંક્યો હતો.
હુમલામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં હુમલામાં બે નાગરિકો અને સેનાના એક જવાનને સામાન્ય ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તબીબોએ તેમની હાલત સ્થિર જાહેર કરી છે.હુમલામાં સદનસીબે જાનહાનિ ના સમાાચાર નથી. હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સંસદમાં ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયનો રાજ્યસભામાં લેખિત જવાબ
બુધવારે આપ્યો હતો જવાબ
જમ્મુ અને કાશ્મીરમાં 5 વર્ષમાં 761 આતંકવાદી હુમલા થયા
174 નાગરિકોએ ગુમાવ્યા જીવ
જમ્મુ અને કાશ્મીરમાં 5 વર્ષમાં 761 આતંકવાદી હુમલા થયા છે. સંસદમાં, ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે રાજ્યસભામાં લેખિત જવાબમાં આતંકવાદી ઘટનાઓ પર મુખ્ય વિગતો આપી હતી. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં દેશના અંતરિયાળ વિસ્તારોમાં પાંચ આતંકવાદી ઘટનાઓ બની અને ત્રણ નાગરિકોના મોત થયા. આ ઘટનાઓમાં કોઈ સશસ્ત્ર દળના કોન્સ્ટેબલને જાનહાનિ થઈ નથી અને એક આતંકવાદી માર્યો ગયો છે. સાથે જ કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં કોઈ આતંકવાદી હુમલો થયો નથી. તેથી આતંકવાદી હુમલામાં જાનહાનિનો પ્રશ્ન જ ઊભો થતો નથી. જમ્મુ અને કાશ્મીરમાં 2018 અને 2022 ની વચ્ચે છેલ્લા પાંચ વર્ષમાં અગાઉના રાજ્યમાં 761 આતંકવાદી હુમલાઓમાં કુલ 174 નાગરિકો માર્યા ગયા હતા. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશમાં 626 એન્કાઉન્ટરમાં 35 નાગરિકો માર્યા ગયા હતા. આ સમયગાળા દરમિયાન માર્યા ગયેલા સુરક્ષાકર્મીઓની સંખ્યા 308 હતી અને સુરક્ષા દળોએ 1002 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ