34 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ જમ્મુ-કાશ્મીરમાં મોહરમનું જુલુસ નીકળ્યું

0
128
34 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ જમ્મુ-કાશ્મીરમાં મોહરમનું જુલુસ
34 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ જમ્મુ-કાશ્મીરમાં મોહરમનું જુલુસ

જમ્મુ-કાશ્મીરમાં મોહરમનું જુલુસ કાઢવામાં આવ્યું

 34 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ તંત્રએ જુલુસ માટે આપી મંજૂરી

શાંતિ અને ધાર્મિક શ્રધ્ધા સાથે જૂલુસ કાઢવામાં આવ્યું

34 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ જમ્મુ-કાશ્મીરમાં મોહરમનું જુલુસ નીકળ્યું હતું જમ્મુ-કાશ્મીરમાં ત્રણ દાયકાના પ્રતિબંધ પછી, હઝરત ઇમામ હુસૈનના સ્મરણ વચ્ચે ઉત્સાહ સાથે મોહરમનું જુલુસ કાઢવામાં આવ્યું હતું. 34 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ પ્રથમ વખત શ્રીનગરના ગુરુ બજાર અને લાલ ચોક પર પરંપરાગત માર્ગે આઠ મોહરમનો જુલૂસ કાઢવામાં આવ્યો હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે. ત્યાં સ્થિતિ સામાન્ય થતી જોવા મળી રહી છે.
શાંતિ અને ધાર્મિક શ્રધ્ધા સાથે જૂલુસશિયા સમુદાય દ્વારા કાઢવામાં આવેલા જૂલૂસમાં સેંકડો લોકો જોડાયા હતા. બધાએ કાળા કપડા પહેર્યા હતા. કોઈ રાજકીય સૂત્રો ગુંજ્યા નથી, કોઈએ આઝાદી તરફી કે રાષ્ટ્રવિરોધી સૂત્રો પોકાર્યા નથી. અલગતાવાદીઓના ઝંડા અને પોસ્ટર ક્યાંય દેખાતા ન હતા. સંપૂર્ણ શાંતિ અને ધાર્મિક ભક્તિ સાથે જૂલૂસ કાઢવામાં વ્યો હતો.

પ્રશાસને જૂલૂસ કાઢવા માટે સવારે 6 થી 8 નો સમય નક્કી કર્યો હતો, પરંતુ શ્રદ્ધાળુઓની સંખ્યા અને સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને 11 વાગ્યા સુધીની મંજૂરી આપવામાં આવી હતી. બીજી તરફ, કાશ્મીરના લોકોએ પરંપરાગત રૂટ પરથી મોહરમના જુલૂસ પરનો પ્રતિબંધ હટાવવા બદલ વહીવટીતંત્રની પ્રશંસા કરી હતી.

આ માર્ગો પરથી જૂલૂસ પસાર થયો

  કાશ્મીરના સૌથી મોટા મોહરમના જુલૂસમાંથી એક, આ જુલૂસ જહાંગીર ચોક, બાદશાહ ચોક, સેન્ટ્રલ ટેલિગ્રાફ ઓફિસ, મૌલાના આઝાદ રોડ થઈને શાંતિપૂર્ણ રીતે પસાર થઈને ડલગેટ ખાતે સંપન્ન થયો હતો  . લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની સૂચના પર, રાજ્ય પ્રશાસને 1988 પછી પ્રથમ વખત મોહરમના તાજિયાને શ્રીનગરમાં સિવિલ સચિવાલય નજીક ગુરુ બજારથી સિવિલ લાઇન્સથી ડાલગેટ તરફ તેના પરંપરાગત રૂટ પર કાઢવાની મંજૂરી આપી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ