અમદાવાદમાં કાળમુખા નબીરાએ નવ જેટલા લોકોનો જીવ લીધો આ હીટ એન્ડ રન થતાજ અને શહેર સહિત ગુજરાતભરમાં સમાચાર વાયુવેગે પ્રસર્યા ત્યારે ચારે બાજુથી ફિટકાર વરસી રહી છે. શહેરના ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતાં ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર કાર ઘૂસી જતા મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેને જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા. મોડી રાતે બનેલા આ અકસ્માત ના કારણે બ્રિજ ઉપર ચોંકાવનારો બનાવ બન્યો હતો. પરંતુ તેનાથી ગંભીર ઘટના ત્યારબાદ બની હતી..જ્યારે લોકો અકસ્માત જોઈ રહ્યા હતા. તે સમયે કર્ણાવતી ક્લબ તરફથી આવી રહેલી જેગુઆર કારને અંદાજે 160થી વધુની સ્પીડે દોડી રહી હતી. આ કારે અકસ્માત જોઈ રહેલા ટોળા પર ફરી વળતા કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ સહિત 9 લોકોનાં મોત નિપજ્યા છે.
અહી ઉલ્લેખનીય છેકે અમદાવાદમાં હીટ એન્ડ રન ની ઘટનાઓ વારંવાર બની રહી છે. ત્યારે તંત્ર દ્વારા નક્કર પગલા લેવામાં આવે અને ખાસ કરીને શહેરના એસ.જી. હાઈવે પર કડક નિયંત્રણો શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લાગુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં હીટ એન્ડ રન અને અકસ્માતની ઘટનાઓ પુરપાટ ઝડપે આવતા વાહનો , કાર , ડમ્પર અનેક લોકોના જીવ લઇ ચુક્યા છે.
કેટલીક તાજેતરમાં બનેલી ઘટનાઓ આજે તાજી કરીએ તો લગભગ પંદર દિવસ પહેલા જ એસ.પી.રીંગ રોડ પર એક એકટીવા ચાલક યુવાનને પુરપાટ ઝડપે આવેલી કારે હવામાં ફંગોળ્યો હતો અને આ આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળેજ મોંત થયું હતું. આ બનાવમાં જયેશ સોલંકી નામનો યુવાન સિંધુ ભવન રોડ પર તાજ હોટલથી રીંગ રોડ પર ભાડજ સર્કલ તરફ શિલજ બ્રીજ પાસે પોતાના યામાહા દ્વિચક્રી વાહન તેનો નોંધાયેલો નંબર GJ1 SQ 7831 પર જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ પોતાની કાર જે ગ્રે કલરની છે ગ્રાન્ડ આઈ 10 જેનો નંબર ધરાવે છે જે યામાહા ચાલક જયેશ સોલંકી પર પાછળથી પુરપાટ સ્પીડમાં ટક્કર મારતા માથાના ભાગે તેમજ અન્ય શરીરના ભાગો પર ગંભીર ઈજાઓ થઇ હતી. અને સ્થળ પરજ કરુણ મોંત નીપજ્યું હતું.
બીજી એક હીટ એન્ડ રનની ઘટના લગભગ એક મહિના પહેલા બની હતી શહેરના સૌથી વ્યસ્ત ગણાતા શાહપુર વિસ્તારમાં એક કાર ચાલકે દંપતીને અડફેટે લીધા હતા . પુરપાટ ઝડપે અતિવ્યસ્ત માર્ગ પર કાર હંકારીને એકટીવા પર સવાર આ દંપતીમાંથી પુરુષ ચાલકનું મોંત અને મહિલાને ગંભીર ઈજાઓ થઇ હતી. શહેરના ચાંદખેડાના રહીશ પણ ગોતા નજીક એસ. જી હાઇવે પર એકટીવા લઈને જઈ રહ્યા હતા ત્યારે એક અઈસરે ટક્કર મારી હતી અને ચાલકનું મોંત થયું હતું. આ ઉપરાંત સોલા ઓવર બ્રિજ પર અનેક વાર હીટ એન્ડ રન ની ઘટનાઓ બની છે.
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રીંગ રોડ પર એક માતા તેની પુત્રી સાથે રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે એક કાર ચાલકે બંનેને અડફેટે લીધા હતા તેમાં રેખા પંચાલનું મોંત થયું હતું. શહેરના ઝાયડસ કેડીલા હોસ્પિટલ પાસે પણ અનેકવાર હીટ એન્ડ રનની ઘટના બની ચુકી છે .
શહેરના ઇસ્કોન બ્રીજ પર પણ અનેક અકસ્માતની ઘટનાઓ વારંવાર બની રહી છે. ત્યારે સવાલ ઉભા થયા વિના રહેતા નથી કારણકે અમદાવાદના એસ.જી હાઇવે પર અને શહેરી માર્ગો પર સ્પીડ નિયંત્રણના કાયદા હોવા છતાં કેમ તેનું પાલન થતું નથી ? શું કાયદાનો ડર નબીરાઓને રહ્યો નથી કે પછી અસામાજિક તત્વો પરનો કાબુ લેવામાં તંત્ર નિષ્ફળ છે ?