હિમાચલપ્રદેશમાં વરાસાદે તબાહી મચાવી,કુલ્લુમાં વાદળ ફાટ્યું

0
150
Rain caused havoc in Machhal Pradesh, cloud burst in Kullu
Rain caused havoc in Machhal Pradesh, cloud burst in Kullu

હિમાચલપ્રદેશમાં વરાસાદે તબાહી મચાવી

કુલ્લુના કૈસ ગામમાં વાદળ ફાટ્યું

વાદળ  ફાટવાના કારણે એક વ્યક્તિનું  મોત

હિમાચલપ્રદેશમાં વરાસાદે તબાહી મચાવી છે.ત્યારે અનેક લોકો બેઘર પણ થયાં છે.ત્યારે હિમાચલના કુલ્લુમાં વાદળ ફટાવાના સામાચાર સામે આવ્યાં છે. કુલ્લુ જિલ્લામાં કુદરતી આફત અટકવાનું નામ નથી લઈ રહી. એક પછી એક વિસ્તારમાં વાદળ ફાટવાના અહેવાલો છે. શનિવારે રાત્રે લગભગ 3 વાગ્યે કુલ્લુના કૈસ ગામમાં કોટા નાળામાં વાદળ ફાટ્યું છે. કુલ્લુના કૈસ ગામમાં વાદળ ફાટવાથી એક વ્યકતિનું  મોત નીપજ્યું છે. અને બે લોકો ઘાયલ થયા છે. . વાદળ ફાટવાના કારણે મકાનો અને દુકાનો પણ ધોવાઈ ગઈ છે. ડેપ્યુટી કમિશનર આશુતોષ ગર્ગે જણાવ્યું કે, સવારે 3 વાગે કૈસ વિસ્તારની નજીક વાદળ ફાટવાના સમાચાર મળ્યા છે.જેમાં એક વ્યક્તિનું  મોત નીપજ્યું  છે. જ્યારે બે અન્ય વ્યકતિઓ ઘાયલ થયા છે.

મનાલી વિધાનસભા ક્ષેત્રના કૈસ અને સેઉબાગમાં અચાનક પૂર આવ્યું છે. રાત્રે કાટમાળ અને પાણી ગટરમાં આવતાં લોકોએ ભાગીને જીવ બચાવ્યો હતો. બન્ને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. SDM કુલ્લુ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.

વાદળ ફાટવાના કારણે પૂર આવ્યું હતું અને નાળાની આસપાસ રહેતા મકાનો અને દુકાનો ધોવાઈ ગયા હતા. નાળા પાસે પાર્ક કરેલી બોલેરો કેમ્પર વાહન નંબર એચપી 34એ 9595માં  ચાર લોકો સૂઈ ગયા હતા. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.  મૃતકનું નામ 28 વર્ષીય બાદલ શર્મા છેકુલ્લુ જિલ્લામાં તાજેતરમાં આવેલા પૂર અને અચાનક પૂર બાદ કુલ્લુ જિલ્લામાં અત્યાર સુધીમાં 26 મૃતદેહો મળી આવ્યા છે. તેમાંથી 8 મૃતદેહો શ્રીખંડ મહાદેવની યાત્રા પર ગયેલા લોકોના છે, જ્યારે મનાલીથી કુલ્લુ સુધી બિયાસ નદીમાંથી મૃતદેહો મળી આવ્યા છે. કેટલાક મૃતદેહોની ઓળખ થવાની બાકી છે,

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ