હાડકાંની નબળાઈને ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે.હોર્મોનલ અસંતુલન અને કેલ્શિયમની કમીના કારણે ઓસ્ટિયોપોરોસિસની તકલીફ ઊભી થતી હોય છે. હાડકાંની મજબુતાઈ માટે શરીરને પુરતા પ્રમાણમાં કેલ્શિયમ મળવું જરૂરી છે. શરીરમાંથી કેલ્શિયમ ઘટવા લાગે તેની અસરના કારણે હાડકાં નબળા પડતા જાય છે.