Home Main ગુજરાતમાં આગામી બે દિવસમાં ક્યાં અને કેટલુ ઇંચ પડશે વરસાદ – જાણો...

ગુજરાતમાં આગામી બે દિવસમાં ક્યાં અને કેટલુ ઇંચ પડશે વરસાદ – જાણો આગાહી

0
738

રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાઢા છ ઇંચ. અને રાજકોટના કોટડાસાંગાણીમાં . ૬ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૫ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ, બે તાલુકાઓમાં ૪ ઇંચ, ૧૦ તાલુકાઓમાં ૩ ઇંચ, ૨૮ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ અને અન્ય ૫૯ તાલુકાઓમાં ૧ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તા. ૧૦ જુલાઇ, ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ કલાક પૂરા થતાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ૧૪૭ મિ.મી., કચ્છના અબડાસમાં ૧૩૨ મિ.મી., બનાસકાંઠાના સુઈગામમાં ૧૩૦ મિ.મી., દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ૧૨૮ મિ.મી., રાજકોટના ઉપલેટામાં ૧૨૬ મિ.મી., સાબરકાંઠાના તલોદમાં ૧૧૯ મિ.મી., અને જુનાગઢના વંથલીમાં ૧૦૫ મિ.મી., મળી કુલ પાંચ તાલુકાઓમાં સરેરાશ પાંચ ઇંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવલો છે. જયારે સાબરકાંઠા તલોદ ૧૧૯ મિ.મી., અને જુનાગઢજિલ્લાના વંથલી તાલુકામાં ૧૦૫ મિ.મી., એમ સરેરાશ ૪ ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના અન્ય કુલ ૧૦ તાલુકાઓમાં સરેરાશ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકામાં ૯૭ મિ.મી., રાજકોટના ગોંડલમાં અને બોટાદના બરવાળામાં ૮૯ મિ.મી.,  સુરેન્દ્રનગરના ચોટીલામાં ૮૮ મિ.મી., બોટાદના ગઢડામાં ૮૩ મિ.મી.,  જૂનાગઢના કેશોદ અને બનાસકાંઠાના વડગામમાં ૮૨ મિ.મી., કચ્છના રાપરમાં, ખેડાના નડિયાદમાં અને મહેસાણાના કડીમાં ૭૬ મિ.મી., વરસાદ નોંધાયો છે.

 આ ઉપરાંત કુલ ૨૮ તાલુકાઓમાં સરેરાશ ૨ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ૭૪ મિ.મી., વલસાડના વાપીમાં ૭૩ મિ.મી.,  જુનાગઢના માંગરોળ, રાજકોટમાં અને બનાસકાંઠાના દાંતીવાડામાં ૭૨ મિ.મી., વલસાડના કપરાડા અને અરવલ્લીના ધાનસુરામાં ૭૦ મિ.મી., પાટણના સિદ્ધપુરમાં ૬૯ મિ.મી., રાધનપુરમાં ૬૬ મિ.મી., રાજકોટના જામકંડોરણા, ધોરાજી અને અરવલ્લીના બાયડમાં ૬૪ મિ.મી., રાજકોટના જેતપુરમાં ૬૩ મિ.મી., જુનાગઢના માળીયા હાટીનામાં ૬૨ મિ.મી., જુનાગઢમાં ૫૮ મિ.મી., જુનાગઢ શહેરમાં ૫૮ મિ.મી.,  જુનાગઢના મેંદરડામાં ૫૭ મિ.મી., આણંદના ખંભાતમાં અને મહેસાણાના સતલાસણામાં ૫૬ મિ.મી.,  દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં અને મોરબીમાં ૫૫ મિ.મી.,  ખેડાના કપડવંજમાં ૫૪ મિ.મી.,  મહીસાગરના વીરપુરમાં ૫૩ મિ.મી., રાજકોટના જસદણમાં અને બનાસકાંઠાના પાલનપુરમાં ૫૨ મિ.મી., આણંદના પેટલાદમાં ૫૧ મિ.મી., અને વલસાડના ધરમપુર અને બનાસકાંઠાના દાંતામાં ૫૦ મિ.મી.,  એમ કુલ ૨૮ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે રાજ્યના અન્ય ૫૯ તાલુકાઓમાં ૧ ઇંચ વરસાદ વરસ્યા હોવાના અહેવાલો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૩.૭૭ ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૧૨.૦૭ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૬૩.૧૪ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૪૫.૨૪ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૨.૩૬ ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં ૩૦.૧૬ ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે