લાખો કેન્દ્રીય અર્ધલશ્કરી દળોનું નું સપનું રોળાયું

0
193
લાખો કેન્દ્રીય અર્ધલશ્કરી દળોનું નું સપનું રોળાયું
લાખો કેન્દ્રીય અર્ધલશ્કરી દળોનું નું સપનું રોળાયું

કેન્દ્રીય અર્ધલશ્કરી દળો CAPF ના લાખો જવાનોનું જુનું પેન્શન મેળવવાનું સપનું ચકનાચૂર થઇ ગયું છે. આ વર્ષે 11 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારે CAPFમાં જૂની પેન્શન સીસ્ટમ લાગુ કરવા અંગે દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય પર સુપ્રીમ કોર્ટ પાસેથી ફેબ્રુઆરી ૨2024 સુધી સ્ટે ઓર્ડર લીધો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ સંજીવ ખન્ના અને બેલા ત્રિવેદીની બેન્ચે આ સ્ટે ઓર્ડર આપ્યો છે. કેન્દ્ર સરકાર વતી સોલીસીટર જનરલ તુષાર મહેતા સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. અગાઉ દિલ્હી કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે કેન્દ્રીય અર્ધલશ્કરી દળો ભારતના સશત્ર દળો છે. કોર્ટે કહું હતું કે અગાઉ ભરતી થઇ હોય , કે આવનારા સમયમાં ભરતી કરવામાં આવશે તે તમામ સૈનિકોને અને અધિકારીઓને જુના પેન્શનનો લાભ અને તેના દાયરામાં આવશે.

લાખો કેન્દ્રીય અર્ધલશ્કરી દળોનું નું સપનું રોળાયું

હાઇકોર્ટના આ નિર્ણયનો સમયગાળો હોળીના દિવસે પૂર્ણ થયો હતો . ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે અર્ધલશ્કરી દળોને આઠ અઠવાડિયામાં જુનું પેન્શન લાગુ કરવું. આ ચુકાદા વિરુધ વિરુદ્ધ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ન જઈને કોર્ટ પાસે 12 અઠવાડિયામાં જૂની પેન્શન યોજના અંગે વિચારવાનો સમય માંગ્યો હતો. આ મુદ્દે માત્ર વિચારના માટે 12 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. મતલબ કે આ સમય દરમિયાન કેન્દ્ર સરકાર સુપ્રીમમાં જઈ શકે છે. અથવા કાયદાના દાયરામાં જઈને બીજો રસ્તો પણ અપનાવી શકે છે.કેન્દ્રે કરેલી હાઈકોર્ટમાં અરજી પ્રમાણે તમામ અધિકારો પોતાની પાસે રાક્યા હતા. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર ઘણા કિસ્સાઓમાં અર્થલશ્કરી દળોને સશત્ર દળો તરીકે માન્યતા આપવા તૈયાર ન હતી. જૂની પેન્શન યોજનાનો મુદ્દો પણ આજ મામલામાં ફસાયેલો છે.

1 જાન્યુઆરી 2004 પછી કેન્દ્ર સરકારની નોકરીમાં ભરતી થયેલા તમામ કર્મચારીઓ જુના પેન્શનના દાયરામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. તેનો એનપીએસમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અહી ઉલ્લેખનીય છેકે સિવિલ કર્મચારીઓની સાથે CAPFને પણ જૂની પેન્શન યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. સરકાર માનતી હતીકે દેશમાં આર્મી, નેવી,અને એરફોર્સ જ સશત્ર દળો છે. સરકારના આ પગલાથી અગામી વિધાનસભા ચૂંટણી પર ચોક્કસ અસર પડશે. અગામી સમયમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે લોકસભા 2024ની પણ તમામ રાજકીય પક્ષો તૈયારીમાં લાગ્યા છે . કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં આ મુદ્દો ખુબજ અસરકર્તા સાબિત થયો છે અને સત્તાધારી પક્ષ ભાજપને વિપક્ષે હરાવવામાં સફળતા મળી છે .

હવે જોવાનું એ રહે છે કે કેન્દ્ર સરકાર શું નિર્ણય પર આવે છે