અખિલેશ યાદવે ચંદ્રશેખર રાવ સાથે મુલાકાત કરી

0
166
Akhilesh Yadav met Chandrasekhar Rao
Akhilesh Yadav met Chandrasekhar Rao

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ હૈદરાબાદ પહોંચ્યા

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સાથે મુલાકાત કરી

પ્રગતિ ભવનમાં બેઠક પણ યોજાઈ

અખિલેશ યાદવે ચંદ્રશેખર રાવ સાથે મુલાકાત કરી હતી. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. એક તરફ વિપક્ષી પાર્ટીઓની એકતાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ ભાજપ સામે લડવાની વિપક્ષની રણનીતિને મોટો ફટકો પડતો જોવા મળી રહ્યો છે. દરમિયાન, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને મળવા હૈદરાબાદ પહોંચ્યા છે. બન્ને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી . અને બેઠક પણ યોજવામાં આવી હતી

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ બપોરે લગભગ 12.30 વાગ્યે હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં કેસીઆરના સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું. આ પછી, તેઓ બપોરે પ્રગતિ ભવનમાં તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર સાથે લંચ લીધુ હતું, ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. તેલંગાણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવ સાથેની મુલાકાતને લઈને અખિલેશ યાદવે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય એક છે કે આપણે બધાએ સાથે મળીને ભાજપને હટાવવાનું છે. વાસ્તવમાં, મહારાષ્ટ્રમાં શરદ પવારની પાર્ટીમાં વિભાજન થયા પછી, ભાજપના એક મંત્રીએ દાવો કર્યો છે કે કેસીઆરની પાર્ટી બીઆરએસ અને આરજેડીના ઘણા નેતાઓ પણ ભાજપના સંપર્કમાં છે. આવી સ્થિતિમાં આ બેઠક વધુ મહત્વની બની જાય છે.તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પહેલા અખિલેશ યાદવ સતત ભાજપ વિરુદ્ધ મજબૂત ગઠબંધન બનાવવાની કોશિશ કરી રહ્યા છે. જેના માટે તે ઘણા મોટા વિપક્ષી દળોના નેતાઓને પણ મળી રહ્યા છે. કેસીઆર સાથે સપા પ્રમુખની આ મુલાકાતને વિપક્ષી એકતાને મજબૂત કરવાની કવાયત તરીકે પણ જોવામાં આવી રહી છે.

વાંચો અહીંઃલખીમપુર પતિએ પત્નીનું નાક કાપી નાખ્યું