મણિપુર હિંસા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
સુપ્રીમ કોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ
હિંસા રોકવા માટે શું પગલાં લેવામાં આવ્યા? : સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે સોમવારે મણિપુર હિંસા કેસમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટે રાજ્ય સરકાર પાસેથી ત્રણ મુખ્ય મુદ્દાઓ પર જવાબ માંગ્યો હતો. કોર્ટે રાજ્યમાં મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા રોકવા માટે લેવાયેલા પગલાં વિશે માહિતી માંગી હતી. આ સિવાય સુપ્રીમ કોર્ટે બેઘર અને હિંસાથી પ્રભાવિત લોકોના પુનર્વસન, સુરક્ષા દળોની તૈનાતી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે પણ માહિતી માંગી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણીની તારીખ 10 જુલાઈ નક્કી કરી છે.અગાઉ, સોલિસિટર જનરલ તુષાર મહેતા, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર અને મણિપુર સરકાર તરફથી હાજર થઈને ન્યાયાધીશોને કહ્યું કે રાજ્યમાં સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. નોંધનીય છે કે એક દિવસ પહેલા જ બે કુકી સંગઠનોએ મણિપુરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના બેરિકેડ્સને હટાવી દીધા હતા. બંને પક્ષોએ કહ્યું હતું કે ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યમાં શાંતિ અને સંવાદિતા પુનઃસ્થાપિત કરવાની અપીલ કર્યા પછી આ પગલાં લેવામાં આવ્યા છે.
મણિપુરમાં સતત હિંસા
નોંધનીય છે કે મણિપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસા ફાટી નીકળી છે.જેના કારણે સતત નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યાં છે. મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. તૂટક તૂટક હિંસા ભડકી રહી છે. દરમિયાન, શનિવારે પણ મોડી રાત્રે બિષ્ણુપુર જિલ્લામાં ગોળીબારમાં ફરી એકવાર ત્રણ મેઇતેઇ સ્વયંસેવકો માર્યા ગયા. આ ઘટના બિષ્ણુપુર જિલ્લાના ખુમ્બી પોલીસ સ્ટેશન હેઠળ લિંગંગતાબી પોલીસ આઉટ પોસ્ટની નજીક લિંગંગતાબી રેસિડેન્શિયલ સ્કૂલમાં બની હતી.
વાંચો અહીં એનસીપીના અધ્યક્ષ શરદ પવારે શું આપ્યું નિવેદન