ગુજરાતના આઈ એ એસ ર્ડા. ધવલ પટેલે આપ્યો રીપોર્ટ
સરકારનો દાવો પ્રાથમિક શિક્ષણમાં કોઈ કચાશ નથી
સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળ્યું
સરકારી શાળાઓના શિક્ષણનું સ્તર નિમ્ન કક્ષાનું જોવા મળ્યું
આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર કથળ્યું
ખાનગી ટ્યુશન સંચાલકોનો વેપાર અંદાજે 500 કરોડને પાર
રાજ્યમાં 76 હજાર શિક્ષકોની ઘટ
આવી રીતે ભણશે ગુજરાત !
આઇએએસ ધવલ પટેલે લખ્યો પત્ર
શિક્ષણની કથળેલી સ્થિતિને લઇને કર્યો ઉલ્લેખ
પ્રવેશોત્સવમાં છોટા ઉદેપુર ગયા હતા ધવલ પટેલ
ગુજરાતમા 76 હજાર શિક્ષકોની ઘટ- અહેવાલ
શિક્ષકોની ઘટના કારણે ખાનગી ટ્યુશન ક્લાસનો વેપાર 500 કરોડ
નવી શિક્ષણ નીતિ પ્રમાણે પણ છે શિક્ષકોની ઘટ
આદિવાસી વિસ્તારોમાં બોર્ડની પરિક્ષામાં વધુ વિદ્યાર્થિઓ ફેલ
શિક્ષણ પ્રધાને આઇએએસના પત્રને લઇને તપાસ કરવાની આપી ખાતરી
પ્રધાન રુષિકેશ પટેલ પણ બચાવની મુદ્રામાં આવ્યા
સરકાર તરફથી આ રીપોર્ટ અંગે કહેવામાં આવ્યું છેકે રીપોર્ટ પ્રમાણે સરકાર કામ કરવા માટે તૈયાર છે અને આ પરિસ્થિતિ રાજ્યભરની શાળાઓની નથી પરંતુ ક્યાય્ક કચાસ હશેતો દૂર કરવામાં આવશે. દુલની વાત કાર્યક્રમમાં આજે આ મુદ્દાપર ગુજરાતના નાગરિકોની પ્રતિક્રિયા પૂછી તો જનતાએ કહ્યું કે સરકારી શાળાઓના શિક્ષણનું સ્તર કથળ્યું છે અને તેનું કારણ એકમાત્ર સરકારી શિક્ષકોની ઉદાસીનતા , ઉત્સાહનો અભાવ અને શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનું સંકલ યોગ્ય થતું નથી.
કેટલાક જાગૃત નાગરિકો માની રહ્યા છેકે સરકારી શાળાઓમાં શિક્ષા યોગ્ય રીતે આપવામાં આવતી નથી. સુવિધાઓનો અભાવ ક્યાંક જોવા મળી રહ્યો છે. સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હમેશા ચર્ચાસ્પદ બનતો હોય છે અને જયારે સ્માર્ટ શાળાઓની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અનેક નગરો શહેરો અને ગામ લગભગ બાકી નહિ હોય ત્યાં આધુનિક સુવિધાઓ પહોંચી નહિ હોય પરંતુ કેટલીક અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં પુરતું ધ્યાન આપવામાં આવે તો આ સમસ્યાનું નિવારણ થઇ શકે તેમ છે. પરંતુ જયારે શિક્ષણનો વેપાર ખાનગી સંચાલકો કરી રહ્યા હોય તેમાં પણ ખાસ કરીને ટ્યુશન સંચાલોકોનો વેપાર 500 કરોડ ને પાર પહોંચ્યો હોય ત્યારે કોની રહેમનજર હેઠળ થઇ રહ્યું છે તે એક મોટો સવાલ છે.