અજીત પવારની માંગણીથી મહારાષ્ટ્ર ના રાજકારણમાં ખળભળાટ

0
187

મને વિપક્ષી નેતા પદે નથી થવું, પક્ષમાં કોઈપણ હોદ્દો આપો : અજીત પવાર

બેનર્જી, કેજરીવાલ, કેસીઆર પોતાના પક્ષને સત્તામાં લાવી શકે તો આપને કેમ નહીં? : અજીત પવાર

મહારાષ્ટ્રના રાજકારણને લઈને હાલમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અજિત પવારે સંગઠનમાં કોઈ હોદ્દો આપવાની માંગણી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે. હજુ થોડા સમય પહેલાં જ શરદ પવારે તેમનાં પુત્રી સુપ્રિયાસૂલે તથા પ્રફુલ્લ પટેલને કાર્યકારી પ્રમુખ તરીકેના હોદ્દા આપ્યા હતા. એનસીપીની રજત જયંતિ નિમિત્તે યોજાયેલ એક કાર્યક્રમમાં શરદ પવાર સહિતના  નેતાઓની હાજરીમાં જ અજિત પવારે આ ધડાકો કરતા પક્ષના કાર્યકરો ચોંકી ગયા હતા. અજિત પવારના આ નિવેદનોને પગલે એનસીપીમાં ફરી રાજકીય નવાજૂની સર્જાશે કે શું તેની અટકળો શરુ થઈ ગઈ છે. અજિત પવારે પક્ષમાંના જ તેમના વિરોધીઓ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, “હું વિપક્ષી નેતા તરીકે  બહુ આક્રમક નથી એવા આક્ષેપો થઈ રહ્યા છે. આક્રમક દેખાવા માટે હું શું કરું. શું હું કોઈનો કોલર પકડી લઉ એવું બધા ઈચ્છે છે. મારે હવે વિપક્ષી નેતા પદે નથી રહેવું. મને પક્ષમાં કોઈપણ હોદ્દો આપો. હું પક્ષનાં કોઈપણ હોદ્દા પર રહીને કામ કરવા તૈયાર છું. જો મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ, કે. ચન્દ્રશેખર રાવ જેવા નેતાઓ પોતાની તાકાત પર પોતાના પક્ષને રાજ્યમાં સત્તાપર લાવી શક્તા હોય તો આપણે કેમ નહીં?” વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ.