મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે. અહીં ઉદ્ધવ જૂથના શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે મોટો દાવો કરતા કહ્યું છે કે, “મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના 22 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે. આ નારાજ ધારાસભ્યો પાર્ટી છોડવાની તૈયારી કરી રહ્યા છે. તેમના 9 સાંસદો પણ અમારા સંપર્કમાં છે. જેઓ અમારી પાસે પાછા આવવા માટે તૈયાર છે. કારણ કે, ત્યાં તેમના કોઈ કામ નથી થઈ રહ્યા. તેમના મતવિસ્તારમાં કોઈ વિકાસનું કામ થઈ રહ્યું નથી. મુખ્યમંત્રી પણ તેમની વાત સાંભળતા નથી.”