ગીતા પ્રેસને શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત
કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કરી કર્યા પ્રહાર
ગોડસે-સાવરકરને સન્માનિત કરવા જેવુઃ જયરામ રમેશ
ગીતા પ્રેસને શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવતા કોંગ્રેસ ભડકી છે.ગીતા પ્રેસ ગોરખપુરને 2021 નું શાંતિ પુરરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે કોંગ્રસેના નેતા જયરામ રમેશે ટ્વિટ કરીને સરકાર પર પ્રહાર કર્યાં છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે મેગીતા પ્રેસને આ એવોર્ડ આપવાના નિર્ણયની આલોચના કરી છેવર્ષ 1995માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 125મી જયંતિના અવસર પર તેમના આદર્શોની શ્રદ્ધાંજલિ તરીકે આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. જયરામ રમેશે ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર આપવાનો વિરોધ કર્યો છે. તેમણે ગીતા પ્રેસને મળેલા ગાંધી શાંતિ પુરસ્કારની તુલના સાવરકર અને ગોડસે સાથે કરી હતી.’
જયરામ રમેશના ટ્વિટથી કોંગ્રેસ કેમ નારાજ છે?
જયરામ રમેશે ટ્વીટ કર્યું, “2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર ગોરખપુરમાં ગીતા પ્રેસને એનાયત કરવામાં આવ્યો છે જે સાવરકર અને ગોડસેને પુરસ્કાર આપવા જેવો છે.”
સૂત્રો પાસેથી માહિતી મળી છે કે ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કારના વિરોધમાં જયરામ રમેશના ટ્વીટથી કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓ નારાજ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, ગીતા પ્રેસને લઈને જયરામ રમેશનું નિવેદન બિનજરૂરી છે. ગીતા પ્રેસે હિંદુ ધર્મના પ્રચારમાં મોટી ભૂમિકા ભજવી છે. જયરામ રમેશે આવું નિવેદન આપતા પહેલા આંતરિક ચર્ચા કરવી જોઈતી હતી.
ગીતા પ્રેસને 100 વર્ષ પૂર્ણ થયા
ગોરખપુર સ્થિત ગીતા પ્રેસની સ્થાપના વર્ષ 1923માં કરવામાં આવી હતી. ગીતા પ્રેસ વિશ્વના સૌથી મોટા પ્રકાશકોમાંનું એક છે. તેણે 14 ભાષાઓમાં 41.7 કરોડ પુસ્તકો પ્રકાશિત કર્યા છે, જેમાં 16.21 કરોડ શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તકોનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ સંસ્થાએ ક્યારેય પૈસા કમાવવા માટે પોતાના પ્રકાશનોની જાહેરાતો લીધી નથી.
ગાંધી શાંતિ પુરસ્કારની સાથે ગીતા પ્રેસને એક કરોડ રૂપિયાની રકમથી સન્માનિત કરવામાં આવનાર છે. પરંતુ ગીતા પ્રેસ મેનેજમેન્ટે એક કરોડનું માનદ વેતન સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. તેમ ગીતા પ્રેસના મેનેજર ડો.લાલમણિ તિવારીએ જણાવ્યું હતું.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ