રથયાત્રા 2023,મંદિરમાં ઉત્સાહનો માહોલ

0
180

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા

સંતો મહંતોના ભંડારાનું આયોજન કરાયું

જગન્નાથ મંદિરમાં ઉત્સાહનો માહોલ

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભગવાનને લાડ લડાવવા માટે ભક્તો તૈયાર છે.ત્યારે હાલમાં જગન્નાથ મંદિરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.જગન્નાથ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી.સાથે જગન્નાથ મંદિરમાં સંતો મહંતોના ભંડારામાં લોકોએ દૂધપાક માલપુવાનો પ્રસાદનો લાહવો લીધો.નેત્રોત્સવ વિધિ માટે એવી માન્યતા છે કે ભગવાન જગન્નાથ  મોસાળ સરસપુરમાં મામાના ઘરેથી પરત ફરતા ભગવાનને આંખો આવી જાય છે..ત્યારે  ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવજી તેમજ બહેન સુભદ્રાજીની આંખો આવી જતા આંખે પાટા બાંધવામાં આવે છે આ વિધિ નેત્રોત્સવ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. જગન્નાથ મંદિર મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા સંતો મહંતોના  ભંડારાનો પ્રસાદ ગ્રહણ કરી. તેમને વસ્ત્રદાન તેમજ દક્ષિણા દ્વારા સન્માન કરવામાં આવ્યું. નેત્રોત્સવ વિધિના દિવસે  દરમિયાન પણ વસ્ત્રદાન અને દક્ષિણાનું ધાર્મિક મહત્વ રહેલું છે.

મુસ્લિમ બિરાદરો દ્વારા ચાંદીનો રથ અર્પણ કરાયો

મહંત દિલીપદાસજી મહારાજને ચાંદીનો રથ આપવામાં આવ્યો

કોમી એકતાના બેનરો સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા    

અમદાવાદમાં રથયાત્રા નિમિતે કોમી એકતાના ભાગ રૂપે મુસ્લિમ ભાઈઓ દ્વારા ચાંદીનો રથ આપવામાં આવે છે.ત્યારે  આ વર્ષે પણ  146મી  રથયાત્રા નિમિતે  મુસ્લિમ ભાઈઓએ જગન્નાથ મંદિરમાં  મહંત દિલીપદાસજી મહારાજને ચાંદી નો રથ આપવામાં આવ્યો હતો. આ રથ છેલ્લા 23 વર્ષ થી આપવામાં આવે છે કોમી એકતાના જાળવી રાખવા  રઉફ બંગાળી  સહિતના મસ્લિમ ભાઈઓએ કોમી એકતાના બેનરો સાથે  ચાંદીનો રથ આપવામાં આવ્યો..

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ