રાજ્યમાં બીપરજોય વાવાઝોડાની અસર

0
166

કંડલા બંદરનો ડ્રોન વીડિયો

રાજ્યમાં બીપરજોય વાવાઝોડાની અસર

બીપરજોય વાવાઝોડાને પગલે તંત્ર સજ્જ

કંડલા બંદર ખાલી કરાવાયું

રાજ્યમાં બીપરજોય વાવાઝોડાની અસર રાજ્યમાં જોવા મળી રહી છે. રાજ્ય પર બીપર જોય વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.જેના પગલે તંત્ર પણ સજ્જ અને એલર્ટ થઈ ગયું છે.લોકોનું સ્થાંળાતર કરવામાં આવી રહ્યો છે.ત્યારે  ગુજરાત તરફ આગળ વધી રહેલું બિપરજોય વાવાઝોડું 15 જૂને ગુજરાત પર ત્રાટકવાની શક્યતા છે. સૌથી વધુ અસર દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છમાં થવાની સંભાવના છે. બિપરજોય વાવાઝોડાને પગલે કંડલા પોર્ટ ખાલી કરવામાં આવ્યું છે. પોર્ટ પર રહેલા જહાજોને અન્યત્ર ખસેડવામાં આવ્યાં છે. . કંડલામાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરી  ગાંધીધામમાં બનાવાયેલા શેલ્ટરહોમમાં મોકલવામાં આવ્યા છે. 

બીપરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે.જેને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે.ત્યારે ગુજરાત પર વાયુ વાવઝોડાનું સંકટ ઘેરાતા રાજ્ય સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી હતી, તો વળી દરિયાકાંઠે વસતા કેટલાક લોકોનું સ્થળાંતરણ પણ યુદ્ધના ધોરણ કરવામાં આવ્યું હતું. ત્યારે દરિયા કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર થવાની છે.જેના પગલે  કંડલા બંદરે 10 નંબરનુ ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. અને લોકોને ચેંતવણી પણ આપવામાં આવી રહી છે.કંડલા બંદરનો ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે  .રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાવવાની શરૂ થઈ ગઈ છે.રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. જે અંતર્ગત રાજ્યના 95 તાલુકામાં વરસાદ  વરસ્યો છે.

વાંચો અહીં બીપરજોયને લગતા સમાચાર