બિપરજોય વાવાજોડું ક્યાં પોહ્ચ્યું ? જુઓ લાઇવ વિસ્તારથી વિગતો

0
226

બિપરજોય વાવાજોડું વિગતો માં હવામાન વિભાગના કહેવા મુજબ ૧4 જુન ૨૦૨૩ના રોજ સવારે પોરબંદર થી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને જખુ બંદરથી , ઉત્તરપૂર્વ અને નજીકના પૂર્વમધ્ય અરબી સમુદ્ર પર સ્થિત હતું. અરબી સમુદ્રમાં સર્જાયેલા તોફાન બિપરજોય ઝડપથી ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ પાસે અસર વધી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારો સહીત અનેક શહેરોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાવા લાગ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે પણ પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે તેની અસર પણ વધી રહી છે.

આ એક ખતરનાક સિસ્ટમ છે. નુકસાનકારક પવન, ભારે વરસાદ, વાવાઝોડું, ઊંચા મોઝા, અચાનક પુર તમામ સંભવિત જોખમો છે. બીપરજોય કરાચી, પાકિસ્તાન થી ૩૬૦ કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં છે અને છેલ્લા ૬ કલાકમાં ૬ કિમી/કલાકણી ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે.વધેલા ઘર્ષણણી અસરોને લીધે ૨૪ કલાકમાં નોધપાત્ર ઘટાડો જોવા મળશે.આમાં ભાત-પાકિસ્તાનણી બોર્ડેરનો સમાવેશ થાય છે.

૩૬ કલાક પછી સિસ્ટમ લેન્ફોલ કરશે ત્યારે બીપરજોય ઝડપથી નબળું પડી જશે અને 3 દિવસમાં વિખેરાઈ જશે.

મનસુખ માંડવિયાએ બિપરજોય વાવાજોડું ના તૈયારી અંગે શું કહ્યું ?

મનસુખ માંડવિયાએ કહ્યું, સ્થળાંતર માટે આજનો દિવસ મહત્વનો, બે લાખ પશુઓ માટે વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.બધાને હાઇજેનિક ફૂડ મળે તેવી વ્યવસ્થા કરાઈ છે.૮ હાજર લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારની ઝીરો કેજ્યુલીટી નીતિ હવે ના કહી શકાય,ભૂજમાં બે મોત થઈ ચૂક્યા છે. એટલે બને તેટલું ઓછું નુકસાન થાય એવા પ્રયાસો રહેશે.

મનસુખ માંડવિયા બિપરજોય વાવાજોડું
મનસુખ માંડવિયા બિપરજોય વાવાજોડું

સી આર પાટીલ ની તૈયારીઓ

સી આર પાટીલની તૈયારીઓમાં કાંઠા વિસ્તારના સિવાયના જીલ્લામાં પણ રાહત સામગ્રી તૈયારી ચાલુ, ભાજપના કાર્યાલય ખાતે કંટ્રોલ રૂમ શરુ, તમામ જીલ્લામાં ભાજપના જીલ્લા પ્રમુખો,ધારાસભ્ય, સાંસદો તૈયારીમાં જોડાયેલા છે.આવામાં ફૂડપેકેટો સરકારી તંત્ર સાથે માંડીને આપવા માટે તૈયાર છે.ફૂડ પેકેટમાં સુકો નાસ્તો ભરવામાં આવ્યો છે જેથી તે બગડી ના જાય. અને હાઇજેનિક ફૂડ વ્યવસ્થા પૂરી પાડી શકાય.

શાળાઓમાં રજા

બિપરજોય વાવાજોડું આવવાની વિગતો તૈયારીના ભાગ રૂપે ભાવનગર શિક્ષણ વિભાગ દ્વારા ૧૪ અને ૧૫ ના રોજ શૈક્ષણિક કાર્યો બંધ રખિયા છે.જેમાં અધિક કલેકટરે તાત્કાલિક નિર્ણય કરવામાં આવ્યો છે.

બિપરજોય વાવાજોડું તૈયારી ટૂંકમાં-

NDRFની વધુ ટીમો સાવચેતીના ભાગ રૂપે સૌરાષ્ટ્ર અને કચ્છ એ મોકલવામાં આવી છે.અત્યાર સુધી માં ૧૭ થી વધુ ટીમ ત્યાં ફરજ પર છે.જામનગરના દરિયાકાંઠા ગામોની આરોગ્રશાખા દ્વારા ૭૩ પ્રસુતાઓને સ્થળાંતર કરીને નજીકના સુરક્ષિત ક્ષેત્રે મોકલવામાં આવ્યા છે.જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા ૧૦૦૦૦થી વધારે ફૂડ પેકેટ તૈયાર કરાયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રજાઓ રદ કરવામાં આવી છે.

૧૫ જુન સાંજે બિપરજોય વાવાજોડું જખૌ પાસે પહોંચી જશે.

બિપરજોય વાવાજોડુંને પોહચી વળવા વન વિભાગનો સ્ટાફ એલર્ટ છે.

૧૨ જુનએ વાવાજોડું ૩૧૦ કિમી દુર હતું જે ૧૩ જુન એ ૩૦૦ થી પણ વધારે નજીક આવી ગયું છે.

૨૫ વર્ષમાં બિપરજોય વાવાજોડુ ગંભીર શ્રેણીનું પાંચમું સ્થાન ધરાવે તેવું છે.

નવસારીમાં ૫૨ કિમીના દરિયાઈ પટ્ટીના લીધે ૧૬ ગામો અલર્ટ કરાયા અને જરૂર પડે ત્યાં સ્થળાંતર પણ કરાયું

કંડલા પોર્ટ સન્નાટા સાથે બંધ હાલતમાં છે.

જામનગર, પોરબંદરમાં પણ ૧૩.૧૪.૧૫ તારીખ સુધી શાળામાં રજાઓ

તીથલ બીચ ખાલી

કચ્છના કોટેશ્વર નારાયણ સરોવર બંધ

સોલાર પેનલને લઈને પ્રજા ચિંતામાં

૧૬ જુન સુધી યાત્રા ટાળો : હર્ષ સંઘવી

ભાવનગરમાં દરિયામાં ભારે કરંટ

કચ્છના બંદરો પર ૧૦ નંબરનું સિગ્નલ

બિપોરજોય વાવાઝોડું દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

બિપરજોય શક્તિશાળી વાવાઝોડાનો અંત, ૯ રાજ્યો અલર્ટ