બિપરજોય વાવાઝોડુ -દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

0
205

બિપરજોય વાવાઝોડુ- આગળ વધી રહ્યું છે બિપોરજોય વાવાઝોડુ અને દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનની શરૂઆત થઇ ચુકી છે .બિપરજોય વાવાઝોડુ અને તેની અસરને લઈ ને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વરસાદ અને ભારે પવનના સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢના માંગરોળ તાલુકા અને માળીયા તાલુકા માં બપોર બાદ પવનના સુસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે.  બપોર ના 12 વાગ્યા થી 2 વાગ્યા સુધી માં માંગરોળ તાલુકા માં 19mm અને માળીયા તાલુકામાં 11 mm વરસાદ નોંધાયો જ્યારે જૂનાગઢ ના વિસાવદર, વંથલી,મેદરડા અને કેશોદ તેમજ જૂનાગઢ સીટી માં 2mm વરસાદ પડ્યો છે. દરિયાકિનારે બિપરજોય વાવાઝોડાને લઇ કલમ 144 લાગુ કરવામાં આવી છે.

જૂનાગઢ ના માળીયા હાટીનાના માંગરોળ બંદર પર જોરદાર પવન સાથે દરિયાની લહેરો માં જોવા મળ્યો હતો જોરદાર કરન્ટ. જૂનાગઢ માંગરોળ ના દરિયામાં જોરદાર પવન સાથે વાવાઝોડાનો કરન્ટ જોવા મળી રહ્યો છે ત્યારે સમુદ્ર ની લહેરો 15 થી 20 ફૂટ ઊંચે સુધી જોવા મળી રહી છે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને માછીમારો અને લોકો ને સમુદ્ર તરફ ન જાવા અપીલ કરવામાં આવી રહી છે અને માછીમારો ની બોટો ને અન્ય સલામત જગ્યા પર ખસેડવામાં આવી રહી છે

બિપોરજોય વાવાઝોડુ-દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારે પવન સાથે આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડાની સંભવિત અસરોને પગલે સૌરસ્થ્રા , કચ્છ ઉત્તર ગુજરાત,દક્ષીણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડરસ્ટ્રોમની અસર જોવા મળશે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ રહેશે. અને તાપમાનમાં 2 ડીગ્રીનો ઘટાડો થઇ શકે છે.ભાવનગર જીલ્લાના દરિયાકાંઠે વાવાઝોડાની સંભવિત અસર હેઠળ દરિયાકાંઠે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ પડવાની સંભાવનાના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે.

બિપરજોય વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. નાલીયાથી આશરે ૪૩૦ કિલોમીટર અને દ્વારકાથી ૩૫૦ કિલોમીટર દૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાને લઈને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. અને જરૂરી સૂચનાઓ આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. કેન્દ્ર સરકારે ગુજરાતમાં વધુ બે NDRFની ટીમ મોકલી છે જે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.