અમદાવાદમાં રથયાત્રા ની તૈયારીઓ પુરજોશમાં

0
218

અમદાવાદમાં 146મી રથયાત્રા ને લઇને જગન્નાથ મંદિર જમાલપુરના મહંત દિલીપદાસ મહારાજે કહ્યુ છે કેશાંતિપૂર્ણ માહોલ તેમજ ભાઈચારા વચ્ચે  અને કોમી એખલાસ  વચ્ચે રથયાત્રા સંપન્ન થાય તે માટે ના તમામ પ્રયાસો જગન્નાથ મંદિર તેમજ પોલીસ પ્રસાશન કરી રહ્યા છે.રથયાત્રા રૂટ પર મોટાભાગની પોળોની અંદર મોટા પ્રમાણમાં મહિલા મિટીંગો, શાંતિ સમિતિની મીટીંગો,સહિત દરેક ધર્મના આગેવાનો, સામાજિક કાર્યકરોની મિટિંગો મળી છે.પરંપરાગત રથયાત્રામાં દર વર્ષેની  જેમ આ વર્ષે પણ મામેરાના યજમાન સહિત નેત્રોત્સવ વિધિ, સોનાવેશ વિધિ તેમજ અષાઢી બીજના દિવસે મળી અલગ અલગ યજમાનો દ્વારા મામેરાના વસ્ત્રો અને ઘરેણાઓ ભગવાન ધારણ કરશે. આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે. તો પીએમ મોદી તરફથી પણ ખાસ ભેદ સોગાદો ભગવાન માટે આવશે,

અમદાવાદમાં રથયાત્રા ની તૈયારીઓ પુરજોશમાં
અમદાવાદમાં રથયાત્રા ની તૈયારીઓ પુરજોશમાં

અમદાવાદ જગન્નાથ યાત્રા માટે તૈયારીઓ પુરજોશમાં

મંહત દિલીપદાજી મહારાજે જનકલ્યાણ માટે ભગવાનથી કરી પ્રાર્થના

ગુજરાત પર ત્રાટકશે ચક્રવાત બિપરજોય- જાણો ક્યાં અને કઇ તારીખે

20મી જુનના દિવસે  મંગળા આરતી પછી વહેલી સવારે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી તેમજ ભાઈ બળદેવજી નગરચર્યાએ નીકળશે..ત્યારે ભક્તોને મગ નો પ્રસાદ આપવા હાલ મોટી સંખ્યામાં મહિલા મંડળની  બહેનો મગ માંથી કચરો સાફ કરી રહયા છે.. 14મી જૂને  મામાના ઘરે ભાણેજ માટે સરસપુર મોસાળમાં મામેરુ ભરવામાં આવશે..સ્થાનિક આગેવાન ઘનશ્યામભાઈ પટેલને આ વર્ષે યજમાન પદ મળ્યું છે..તેમજ બીજું મામેરૂ જગન્નાથ મંદિરમાં 15મી અને 16 મી જૂને  વાજતે ગાજતે  યોજાશે મામેરાના વસ્ત્રો સહિત કિંમતી ઘરેણાંઓને દર્શન માટે મુકવામાં આવશે..18મી જૂને ભગવાન જગન્નાથ મોસાળ થી જગન્નાથ મંદિરે પધારશે ત્યારે ભગવાનની નેત્રોત્સવ વિધિ સંપન્ન કરાશે તેમજ સાધુ સંતો નો ભંડારાનો પણ આયોજન કરાતું હોય છે કહી શકાય કે આ વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્ય નીકળે તેની સૌ ભક્તજનો આતુરતાથી રાહ જોઈને રહ્યા છે..