મહિલાઓની સુરક્ષા માટે સરકાર નિષ્ફળ:સુપ્રિયા સુલે

0
187

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ દાવો કર્યો હતો કે કેન્દ્ર અને મહારાષ્ટ્રની સરકાર મહિલાઓની સુરક્ષાને લઈને નિષ્ફળ રહી છે. NCP નેતાએ મુંબઈ અને દિલ્હીમાં મહિલાઓ અંગેની તાજેતરની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમને કહ્યું કે મુંબઈની હોસ્ટેલની રૂમમાં 18 વર્ષીય વિદ્યાર્થીની પર બળાત્કારની ઘટના બની ત્યારે કોઈ પ્રકારની સુરક્ષા મહિલા છાત્રાલયમાં ન હતી. આ છાત્રાલયમાં CCTV કેમેરાની સુવિધા પણ નથી. જેથી અ પ્રકારની ઘટના બની છે . સુપ્રિયા સુલેએ દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન કરી ચુકેલા કુસ્તીબાજ મહિલાઓ અંગે પણ ન્યાયની માંગણી કરી હતી.

અહી ઉલ્લેખનીય છેકે દિલ્હીમાં કુસ્તીબાજોએ આંદોલન સ્થળ પરથી ખસી જઈને પોતાની રેલવેની નોકરીએ પરત ફર્યા છે અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુરને મળીને દોષિત બ્રીજ ભૂષણ સિંહને કડક સજા મળે તેવી માંગણી કરી છે. એક તરફ ખફ પંચાયત અને ખેડૂતો કુસ્તીબાજોને ન્યાય અપાવવા મેદાનમાં ઉતર્યા હતા ત્યારે કુસ્તીબાજોએ આંદોલન સમેટી લેતા ખેડૂત સંગઠનો પણ જાહેર કરેલા કાર્યક્રમો બંધ રાખ્યા છે

આપને જણાવી દઈએકે લોકસભા 2024 ચૂંટણીની તૈયારીઓ તમામ પક્ષોએ શરૂ કરી દીધી છે અને ખાસ કરીને વિપક્ષ હાલ આક્રમક છે ત્યારે ભાજપ વિરોધી રાજકીય દળો મહા ગઠબંધન માટેની તૈયારીઓ નીતીશ કુમાર સહિતના રાજનેતાઓ કરી રહ્યા છે ત્યારે NCP ના સુપ્રીમો શરદ પવાર કહી ચુક્યા છેકે તેઓ વડાપ્રધાનની રેસમાં નથી

વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ