ટ્રેન અકસ્માત અંગેનવીન પટનાયકે શું આપ્યું નિવેદન

0
221

ટ્રેન અકસ્માત અંગે મુખ્યમંત્રી નવીન પટનાયકે નિવેદન આપ્યું છે. ટ્રેન અકસ્માત અંગે નવીન પટનાયકે તેમના નિવેદનમાં દાવો કર્યો હતો કે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં રાજ્યના લોકોએ દુર્ઘટનાનો ભોગ બનેલા  1,000 થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. તેમણે કહ્યું કે અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકો એક્શનમાં આવી ગયા હતા. આ સમય દરમિયાન લોકો બચાવ કામગીરીમાં મદદ કરી હતી. છ અને રક્તદાન માટે લાંબી કતારો જોવી એ દુર્લભ અને બહુમુલ્ય દૃશ્ય છે.

ટ્રેન અક્સમાતની તસ્વીર

Train Accident 6

પટનાયક એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું જ્યાં રાજ્ય સરકારના 1,205 તબીબી અધિકારીઓએ હાજરી આપી હતી. ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની યાદમાં એક મિનિટનું મૌન પાળ્યા બાદ પટનાયકે કહ્યું કે સ્થાનિક લોકોના પ્રયાસો ઓડિશાના લોકોની કરુણા અને માનવતા દર્શાવે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે “ડોક્ટરો, મેડિકલ વિદ્યાર્થીઓ, સામાન્ય જનતા અને દરેકના મનમાં એક જ વાત હતી – આપણે બને તેટલા જીવ બચાવીએ. અને અમે એક હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા. ટ્રેન દુર્ઘટનાને યાદ કરતા સીએમ પટનાયકે કહ્યું કે બાલાસોરમાં થયેલી દુર્ઘટનાથી દરેક વ્યક્તિ વાકેફ છે, જેણે દેશ અને દુનિયાને પણ હચમચાવી દીધી હતી. તેમણે કહ્યું, આ અપાર દુ:ખ અને શોકનો સમય છે. પરંતુ, આ અકસ્માતે ઓડિશાની તાકાત, કટોકટીના સમયમાં અપેક્ષાઓ પર ખરા ઉતરવાની તેની ક્ષમતા સાબિત કરી. પટનાયકે એવો પણ દાવો કર્યો હતો કે અકસ્માતના સમાચાર મળતાની સાથે જ રાજ્ય પ્રશાસન એક્શનમાં આવી ગયું હતું. “મંત્રીઓ, ટોચના અધિકારીઓ, સહાયક સ્ટાફ… તમામ અકસ્માત સ્થળ અને આરોગ્ય કેન્દ્રો પર હાજર હતા, વ્યવસ્થા કરી રહ્યા હતા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને ઘાયલોની સારવાર કરી રહ્યા હતા,” તેમણે જણાવ્યું હતું. પટનાયકે જણાવ્યું હતું કે ઓડિશા લાંબા અને મધ્યમ ગાળાની વ્યૂહરચના સાથે ચક્રવાત અને કોવિડ-19નું સંચાલન કરવામાં સફળ રહ્યું છે, રાજ્યએ હવે સાબિત કર્યું છે કે તે આવી કટોકટીનું સંચાલન કરવા માટે સમાન રીતે સક્ષમ છે. રાજ્ય સરકારે બાલાસોર ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંકને સુધારીને 288 કર્યો હતો. પત્રકારો સાથે વાત કરતા મુખ્ય સચિવ પીકે જેનાએ કહ્યું કે સોમવાર સુધીમાં 275 મૃત્યુની પુષ્ટિ થઈ છે અને મૃતદેહોની ચકાસણી બાદ આ સંખ્યા વધીને 288 થઈ ગઈ છે. જેનાએ કહ્યું કે કુલ 288 મૃતદેહોમાંથી અત્યાર સુધીમાં 205 મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમના સંબંધીઓને સોંપવામાં આવી છે.બાકીના 83 મૃતદેહોને AIIMS-ભુવનેશ્વર અને અન્ય હોસ્પિટલોમાં ઓળખ માટે રાખવામાં આવ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. મુખ્ય સચિવે કહ્યું કે, સરકાર દ્વારા જારી કરવામાં આવેલા હેલ્પલાઈન નંબર પર ઘણા સંબંધિત લોકોએ પૂછપરછ કરી છે. અમને આશા છે કે તમામ મૃતદેહોની ઓળખ થઈ જશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર ઘાયલોની સારવાર અને મૃતદેહોને તેમના ઘરે લઈ જવાનો ખર્ચ ઉઠાવી રહી છે.દરમિયાન, સીએમ પટનાયકે ઓડિશાના 39 મૃતકોના પરિવારોને એક્સ-ગ્રેશિયાની ચુકવણી માટે 1.95 કરોડ રૂપિયા મંજૂર કર્યા. સરકારના જણાવ્યા અનુસાર મૃતકોના પરિજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા એક્સ-ગ્રેશિયા તરીકે આપવામાં આવશે. આ નાણાં મુખ્યમંત્રી રાહત ફંડ (CMRF)માંથી આપવામાં આવી રહ્યા છે.

વાવાઝોડા અંગેના સમાચાર વાંચો અહીં