હવે મળશે ગામડે ગામડે સસ્તી દવાઓ:ગૃહમંત્રી અમિતશાહ

0
45

કેન્દ્ર સરકાર દ્વારા દવાઓની કિમતને લઈને સામાન્ય માણસને રાહત થાય તેવો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જાણકારી આપણા કહ્યું કે દવાઓની કિમતો દેશના તમામ વર્ગને અસર કરે છે. કારણકે કોઈ પણ બીમારી હોય દવાની જરૂર દરેક વ્યક્તિને જરૂર છે.

સરકારના અભિયાન હેઠળ મોંઘી દવાઓ ખરીદવામાંથી રાહત મળશે . દેશભરમાં ૨૦૦૦ જન ઔષધી કેન્દ્રો ખોલવામાં ખોલવામાં આવશે. જેના પર 90 ટકા સસ્તી દવાઓ ઉપલબ્ધ છે. આ કેન્દ્રો પરદર્દીઓને વિવિધ રોગોમાં વપરાતી લગભગ ૧૮૦૦ પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો માટે અરજીઓ માંગવામાં આવશે. નિયમો અનુસાર ૧૨૦ ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ અને મેડીકલ સાયન્સમાં ફાર્મા કરેલું હોવું જોઈએ . પીએમ મોદીએ પણ અમિત શાહના ટ્વિટને રિટ્વિટ કરીને કહ્યું કે દેશભરમાં મોંઘી દવાઓ સૌથી ઓવ્હ્હી કીમતોમાં ઉપલબ્ધ થવી જોઈએ . જે સહકારી ક્ષેત્રની મોટી પહેલ છે. જે જીવનને સરળ બનાવશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ