અદાણીના સીએનજીના ભાવમાં ફરી વધારો

0
172

અદાણીના સીએનજીના ભાવમાં ફરી વધારો થયો છે દેશમાં સતત વધતી મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ વચ્ચે હવે અદાણીના સીએનજીના ભાવમાં ફરી વધારો કરાયો છે. ગુજરાત અને દેશભરમાં સતત વધતી જતી મોંઘવારીમાં વધુ એકવાર અદાણીના સીએનજી ગેસના ભાવમાં વધારો થયો છે. અદાણી સીએનજીના ભાવમાં 80 પૈસાનો વધારો થયો છે. હવેથી વાહનચાલકોએસીએનજી માટે 75.09 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે. આ ભાવ આજથી અમલી થઈ ચૂક્યા છે. ગત એપ્રિલ મહિનામાં ગેસના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી હતી. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જ સીએનજી અને પીએનજી ના ભાવમાં ઘટાડો થયો હતો.

સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

1

અદાણીએ સીએનજીના ભાવમાં ફરી વધારો

અદાણી સીએનજીના ભાવમાં 80 પૈસાનો વધારો

અદાણી સીએનજીના ગેસનો ભાવ વધીને 75.09 રૂપિયા થયો

1

હવે વાહનચાલકોએ અદાણી ગેસના સીએનજી માટે 75.09 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે. આ વધેલા ભાવ આજથી અમલી થઈ ચૂક્યા છે. અગાઉ અમદાવાદામાં સીએનજીનો ભાવ 74.29 રૂપિયા હતો. મહત્વનું છે કે 2 મહિના પહેલા કેન્દ્ર સરકારે સીએનજી ગેસના ભાવમાં ઘટાડો કર્યો હતો. ભારત સરકારના નિર્ણય બાદ અદાણી ગેસે સીએનજીમાં 6થી 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે દેશના મહાનગરો સહિત મોટાભાગના રાજ્યોમાં ઈંધણના ભાવ સ્થિર છે. આજે ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 96.63 રુપિયા પ્રતિ લિટર, અમદાવાદમાં 96.41 રુપિયા પ્રતિ લિટર, રાજકોટમાં 96.17 રુપિયા પ્રતિ લિટર, સુરતમાં 96.27 રુપિયા પ્રતિ લિટર અને વડોદરામાં 96.07 રુપિયા પ્રતિ લિટર છે.

હથિયારના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ વધુ સમાચાર માટે ક્લિક કરો