રાષ્ટ્રપતિ મુર્મુને સુરીનામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર

0
223

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 5 જુનથી સુરીનામના પ્રવાસે છે. સુરીનામના પ્રમુખ ચંદ્રિકા પેર્સાદ સંતોખી દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ અહીના રાષ્ટ્રપતિ મહેલની મુલાકાત લીધી હતી. મુર્મુએ રિપબ્લિક ઓફ સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રશાદ સંતોખી પાસેથી એવોર્ડ મેળવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોમવારે સુરીનામના પ્રમુખ ચાન સંતોખી દ્વારા સુરીનામમાં ભારતીયોના આગમનના ૧૫૦ વર્ષ નિમિતે સ્ટેમ્પના વિશેષ કવર આપવામાં આવ્યા.ભારત અને સુરીનામ વચ્ચે આરોગ્ય અને કૃષિ સહિત વિવિધ ક્ષેત્રે એમ ઓ યુ થયા હતા. સુરીનામમાં ભારતીય સમુદાયના આગમનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્ટેમ્પના વિશેષ કવર રાષ્ટ્રપતિને અર્પણ કરવામાં આવ્યા . અને સાથે રાષ્ટ્રપતિ મુર્મુને સુરીનામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પણ આપવામાં આવીયો.

રાષ્ટ્રપતિ મુર્મુને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર
રાષ્ટ્રપતિ મુર્મુને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર

રાષ્ટ્રપતિ મુર્મુના સુરીનામ પ્રવાસ દરમિયાન ઈમરજન્સી દવાઓના દાનના પ્રતિક રૂપે પ્રતીકાત્મક દવાઓનું બોક્ષ સુરીનામના પ્રમુખ ચંદ્રિકા પેસર્દ સંતોખીને ભેટ આપ્યું હતું.

સુરીનામના પ્રમુખના હસ્તે રાષ્ટ્રપતિ મુર્મુને સુરીનામનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ ઓર્ડરઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર અર્પણ કર્યો હતો. આ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુરીનામનો આભાર માન્યો હતો. પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી મુર્મુએ કહ્યું,”આ સન્માન માત્ર તેમના માટે જ નહિ પરંતુ ભારતના લોકો માટે વધુ મહત્વ ધરાવે છે.ભારતના ૧.૪ અબજ લોકો માટે પણ ખુબ જ મહત્વ ધરાવે છે, જેમનું હું પ્રતિનિધિત્વ કરું છું. સુરીનામની સર્વોચ્ચ વિશિષ્ટતા “ગ્રાન્ડ ઓર્ડરઓફ ધ ચેઈન ઓફ ધ યલો સ્ટાર”પ્રાપ્ત કરવા બદલ હું ખુબ જ સન્માનિત છું.”

સાથે જાણો રાહુલ ગાંધીએ ફરી એક વાર રેલ્વે મંત્રીનો કેમ માંગ્યુ રાજીનામું