તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીની આવકનો રેકોર્ડ તૂટ્યો છે. તાલાલા યાર્ડમાં છ વર્ષ જૂનો સૌથી વધુ કેરીના બોકની આવકનો રેકોર્ડ તૂટ્યો છે. સોમવારના રોજ તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીના 47 હજાર બોક્સની આવક થઇ હતી. આ સાથે જ અત્યારસુધીમાં સીઝનમાં 8.50 લાખ કેરીના બોક્સનું વેચાણ થયું છે. આપણે જણાવી દઈએ કે તાલાલા યાર્ડમાં આવતા કુલ જથ્થા પૈકીની 60 ટકાથી વધુ કેરીનો જથ્થો ખાનગી કંપનીઓ દ્વારા ખરીદવામાં આવે છે. તાલાલા યાર્ડમાંથી દરરોજ ત્રણ ગાડીઓ કેરી પ્રોસેસિંગ માટે જાય છે. આ વર્ષે કેરીના પાકનો સરેરાશ ભાવ ૩૨૦થી ૪55 સુધી આવી રહ્યા છે. સરેરાશ ભાવમાં વધારો થતા ખેડૂતોને રાહત થઇ છે. આપને જણાવી દઈએ કે કમોસમી વરસાદના કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. જેથી તાલાલા યાર્ડમાં હજુ 15 દિવસ સુધી કેસર કેરીની સીઝન ચાલશે.
વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો
યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો