ઉનાળુ વેકેશન પૂર્ણ , બાળકોના કલરવથી શાળાઓ ગુંજી ઉઠી

0
178

રાજ્યમાં શાળાઓમાં ઉનાળુ વેકેશન આજથી પૂર્ણ થતાજ શાળાઓના પરિસરમાં બાળકોનો કલરવ સાંભળવા મળ્યો. ભૂલકાઓને શિક્ષકોએ આવકાર્ય હતા. અને બાળકો જયારે શાળામાં પ્રવેશ કરતા હતા ત્યારે સંપૂર્ણ શિસ્ત સાથે જોવા મળ્યા . આજથી નવા સત્રની શરૂઆત થઇ રહી છે ત્યારે બાળકોના હસતા ચહેરાઓ અને વેકેશન મૂડ જોવા મળી રહ્યો હતો.

રાજ્યની કેટલીક શાળાઓમાં બાળકોને ખાસ અવકારવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નાના ભૂલકાઓ સહિત પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પરિસરમાં આજે ઉત્સાહ પૂર્વક શિક્ષકો સાથે વિદ્યાર્થીઓ જોવા મળ્યા .

અહી ઉલ્લેખનીય છેકે નવા સત્રથી સ્ટેશનરી અને શાળામાં જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં લગભગ 20 ટકાની આસપાસ વધારો નોંધાયો છે. ત્યારે શાળાની ફી પણ સંચાલકો દ્વારા વધારી દેવતા વાલીઓના ખિસ્સા પર મોંઘવારીની કાતર ફરતી જોવા મળી રહી છે અને બજેટમાં કઈ રીતે ગોઠવવું તે મૂંઝવણમાં મુકાયા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ