ઝાલોદમાં ઝેરી વનસ્પતિ ખાવાથી મૂંગા પશુઓના કમકમાટીભર્યા મોંત

0
230

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડીના ધારા ડુંગર ગાંમમાં ઝેરી વનસ્પતિ ખાવાથી 5 મૂંગા પશુઓના કમકમાટી ભર્યું મોત થયા હોવાનું સામે આવ્યું . દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડીના ધારાડુંગર ગામના નિશાળ ફળિયામાં રહેતા માલિકીના 15 જેટલી ગાયોને તેના માલિકે તળાવમાં પાણી પીવા માટે વહેલી સવારે છોડયાં હતા ત્યારે બપોર થતા ગાયો ઘંરે પરત આવતા સંખ્યા ઓછી જણાતા પશુઓના માલિક ચિંતામાં મુકાયા હતા .

તપાસ કરતા ગામના જાહેર રોડ  પર અને ખુલ્લા ખેતરમાં મૃત હાલતમાં ગાયો જોવા મળતા માલિક પર આભં તૂટી પડ્યું હતું. પશુઓના માલિકે તાત્કાલિક આયુવેર્દીક ઈલાજ કરતા કોઈ ફરક ન પડતા ઘટનાની જાણ પશુ ચિકિત્સકને કરવામાં આવી હતી. પશુ ચિકિત્સકની ટિમ ઘટના સ્થળે પહોંચી સારવાર હાથ ધરતા પશુ ચિકિત્સકએ ચાર ગાય અને એક બળદને મૃત જાહેર કર્યા હતા . મુંગા પશુઓના મોતનું કારણ ચરતી વખતે ઝેરી વનસ્પતિ ખાઈ લેવાથી મૂંગા પશુઓના મોત થયા હોવાનું પશુના માલિક તેમજ ગ્રામજનો દ્વારા જણાવ્ય હતું

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ