મહિલા જુનિયર એશિયાકપ : પ્રથમ મેચમાં ભારતની જીત

0
208

મહિલા જુનિયર એશિયાકપ ની હોકીની ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા જુનિયર ટીમ જોરદાર શરૂઆત કરી છે. આ હોકી ટુર્નામેન્ટ તારીખ ૩ જુન થી ૧૧ જુન ૨૦૨૩ સુધી રમવાની છે.આ હોકી ટુર્નામેન્ટ જાપાનમાં કાકામીગહારામાં રમાઈ રહી છે.મહિલા જુનિયર એશિયાકપ માં ભારતે જીત સાથે પોતની શરૂઆત કરી છે.પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઉઝબેકિસ્તાનને 22-0ના અંતરથી  હબરાવ્યું હતું.અન્નુએ ભારત તરફથી ડબ્બલ હેટ્રિક ફટકારી હતી. અને ટીમ માટે ટોપ સ્કોરર રહી.તેમના સિવાય વૈષ્ણવી,મુમતાઝ,સુનેલિતા સહિતના ખેલડીઓએ ગોલ કર્યા હતા. ભારતે શરૂઆતમાજ ઉઝબેકીસ્તાન સામે ગોલ કરવાનું શરૂ કર્યું હતું.મેચ શરૂ થયાની ત્રીજી જ મિનિટે  વૈષ્ણવીએ મેચની ત્રીજી મિનિટે પેનલ્ટી કોર્નરને  ગોલમાં ફેરવીને પ્રારંભિક લીડ મેળવી હતી.મુમતાઝે ત્રણ મિનિટ બાદ ફિલ્ડ સ્ટ્રાઈક વડે ભારતની લીડ બમણી કરી હતી .ભારતે શરૂઆતના ક્વાર્ટરમાં 3-0ની લીડ મેળવીને ધમાકેદાર શરૂઆત કરાવી હતી.ભારતનો આગામી મુકાબલો 5મી જૂને મલેશિયા સામે રમાશે.

આજની મેચમાં ફિલ્ડ ગોલ ૧૪ મારવામાં આવ્યા હતા.પેનલ્ટી સ્ટ્રોક ગોલ ૧ મારવામાં આવ્યો હતો.ઉપરાંત પેનલ્ટી કોર્નર ગોલ ૭ સાથે ૨૨ ગોલ કરવામાં આવિયા હતા.આજની મેચમાં ઉઝબેકિસ્તાનએ ઘણો સારો પ્રયાસ કર્યો હતો.જેમાં q1માં 3 ગોલ કર્યા, q2માં 7 ગોલ, q3માં 5 ગોલ, q4માં 7ગોલ એમ ૨૨ ગોલ કરવામાં આવ્યા.

હવે હોકીની આવતી મેચ ૫ જુન ૨૦૨૩ના રોજ મલેશિયા સામે રમાવાની છે.જેનો સમય સવારે ૮ વાગ્યાને ૩૦ મિનીટનો છે.આ મેચમાં જોવાનું રેહશે ભારતની ટીમ કેવું જાદુ કરશે.

જાણો ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત