RBIએ શરૂ કર્યું 100 દિવસ 100 પે અભિયાન

0
321

ભારતીય રીઝર્વ બેંક દ્વારા દાવા વિનાની થાપણોનું પ્રમાણ ઘટાડવા ખાસ ઝુંબેશ હાથ ધરી છે. દેશની બેંકમાં દાવા વિનાની હજારો કરોડ રૂપિયાની થાપણો છે અને તેની માહિતી મેળવીને RBI એ 100 દિવસ 100 પે અભિયાન શરુ કર્યું છે. જે અંતર્ગત દાવા વિનાની થાપણોના માલિક , દાવેદારોને શોધીને પરત કરવા માટે ઝુંબેશ હાથ ધરી છે

દાવા વિનાની થાપણો કે જે છેલ્લા દસ વર્ષથી નિષ્ક્રિય છે અથવા વ્યહવાર થયો નથી તે તમામ થાપણોના દાવેદારો અથવા માલિકોની માહિતી મેળવીને પરત કરવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જાહેર ક્ષેત્રની બેંકોએ RBIને વર્ષ 2023 સુધીમાં ૩૫૦૦૦ હજાર કરોડ રૂપિયા જેટલી રકમ મોકલી છે. જેનો છેલ્લા દસ વર્ષથી કોઈજ વ્યહવાર થયો નથી. હવે આ ડેટાને આધારે 100 દિવસ 100 પે અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

અહી ઉલ્લેખનીય છેકે દેશભરની બેંકોમાં હજારો કરોડ રૂપિયાની થાપણો છે જેના માલિક અથવા દાવેદાર હયાત નથી અથવા કોઈ કારણોસર તેમના વારસદારો પાસે તેની મહીની નથી . આવી થાપણોના ડેટા અનુસાર RBI ખાસ ઝુંબેશ ચલાવી રહી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ