ઇસ્લામની પૂજા ફક્ત ભારતમાં જ સુરક્ષિત -મોહન ભાગવત

0
233

RSSના વડા મોહન ભાગવતનું મહત્વનું નિવેદન નાગપુરથી આવ્યું છે. તેમને કહ્યું કે ઇસ્લામની પૂજા ભારતમાંજ સુરક્ષિત છે. કેટલાક ધર્મો ભારતની બહારના હતા તે ગયા હવે સુધારવાની જરૂર આપણી છે. નાગપુરમાં સંઘ શિક્ષા વર્ગમાં તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે.

ભાગવતે કહ્યું છે સ્પેનથી લઈને મોંગોલિયા સુધી આખી દુનિયામાં ઇસ્લામનું આક્રમણ હતું. ત્યાના લોકો જગ્યા અને ધીમે ધીમે આક્રમણકારોને હરાવ્યા. તેથી ઇસ્લામનો પ્રભાવ ઓછો થયો . ભારતમાં ઇસ્લામની પૂજા સલામત અને સુરક્ષિત રીતે ચાલે છે ત્યારે દરેક ભારતીયની મહત્વની ફરજ છે કે એજતા અને અખંડ ભારત સાચવવું પડશે. અને સીમા પારના દુશ્મન દેશો સામે એક થવું પડશે અને વ્યવસ્થાને , કાયદાને સન્માન આપતા શીખવું પડશે.

વધુમાં ભાગવતે કહ્યું કે દેશમાં અત્યારે ધર્મ , ભાષા, સંપ્રદાય વચ્ચે અપને સૌ વાદ વિવાદ કરીએ છીએ તે યોગ્ય નથી . દરેકે તે સમજવું પડશે અને આવનારી પેઢીને મજબુત ભારત આપવાની જવાબદારી આપણા સૌની છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચાર માટે જોતા અમારી વેબ સાઈટ