મોદી સરકારની આર્થિક નીતિ પર રઘુરામ રાજનના પ્રહાર

0
163

રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ફરી મોદી સરકારની આર્થીક નીતિઓની ટીકા કરી છે.રઘુરામ રાજને કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્ક્રિમ પર પ્રહાર કર્યાં છે.અને તેમણે પૂછ્યું છે કે શું સરકારની આ યોજના નિષ્ફળ સાબિત થઈ છે.આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને સોશ્યલ મીડિયા નોટમાં સવાલો ઉઠાવ્યા છે. તેમણે સવાલ કર્યો છે કે દેશમાં મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગના આંકડા જોયા પછી  આવી ચિંતાઓ સામે આવી છે.જેનો જવાબ આપવાની જરૂ છે.કારણકે આ સ્કિમનું ફોક્સ મુખ્યત્વે દેશમાં મોબાઈલ ફોનના ઉત્પાદનને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું હતું.તેમણે કહ્યું છે કે મોબાઈલ ફોન ઉત્પાદન ક્ષેત્રે ભારત હજુ પણ દિગ્ગજ બન્યું  નથી