HomeGujaratઆણંદ એક્સપ્રેસ હાઈવે પર સામરખા પાસે લાગી આગ

આણંદ એક્સપ્રેસ હાઈવે પર સામરખા પાસે લાગી આગ

આણંદ એક્સપ્રેસ હાઈવે પર સામરખા પાસે ચિત્તોડગઢ થી કરજણ જતા ટેંકરમાં આગ લાગી હતી. સિમેન્ટના  કોક્રીટ ભરેલા  ટેંકર ના ટાયરમાં આકસ્મીક આગ  લાગતા  ગણતરીની ક્ષણોમાં આગે  વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. સમય સૂચકતા વાપરી ડ્રાઇવર બહાર નીકળી ગયો હતો જેથી. ડ્રાયવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. ઘટના અંગે આણંદ ફાયર બ્રિગેડને  જાણ કરવામાં આવી હતી. આણંદ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી  ને આગ બુઝાવી હતી. આગમાં કોઈ  જાનહાનિ થઈ ન હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments