મનીષ સિસોદિયાને લાગ્યો ઝટકો

    0
    109
    મનીષ સિસોદિયાને લાગ્યો ઝટકો
    મનીષ સિસોદિયાને લાગ્યો ઝટકો

    દિલ્હી હાઈકોર્ટ તરફથી મનીષ સિસોદિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે સિસોદિયાના જામીન નામંજૂર કર્યા છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇનવેસ્ટીગેશન દ્વારા હાલ લીકર પોલિસી કૌભાંડમાં તપાસ ચાલી રહી છે.જસ્ટિસ દિનેશ કુમાર શર્માએ નેતાને જામીન આપવાનો ઇનકાર કરતા કહ્યું કે તેમની સામેના આરોપો ખૂબ ગંભીર છે. હાઈકોર્ટે જામીન અરજી પર પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે સિસોદિયા એક પ્રભાવશાળી વ્યક્તિ છે અને જો તેમને જામીન પર છોડવામાં આવે તો સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતાને નકારી શકાય નહીં.

    આ કૌભાંડ સુનિયોજિત કાવતરા મુજબ થયું હતું : સીબીઆઈ

    સીબીઆઈ વતી કોર્ટમાં હાજર એએસજી એસવી રજૂએ કહ્યું છે કે આ કાવતરૂ એક સુનિયોજિત યોજના હઠળ થયેલું હતું. આમાં પ્રોફિટ માર્જિનના વધારા અંગે કોઈ ચર્ચા નથી થઇ. સીબીઆઈએ કહ્યું છે કે જો બુચીબાબુની 20 માર્ચની ચેટ સામે આવે છે તો આ કિસ્સામાં વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે. વધુમાં કહેવાયું છે કે નીતિનો ડ્રાફ્ટ સાઉથ ગ્રૂપની ઈચ્છામુજબ તૈયાર કરવામાં આવેલો છે.

    હાઈકોર્ટે સિસોદિયાને જામીન કેમ ન આપ્યા ?

    દિલ્હી એક્સાઈઝ પોલિસી ૨૦૨૧-22માં કથિત ભ્રષ્ટાચારના સંદર્ભમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. નીચલી કોર્ટે દ્વારા આપવામાં આવેલા આદેશને સિસોદિયાએ હાઈકોર્ટમાં પડકારયો હતો. આપણે જણાવી દઈએ કે લાંચના કેસમાં સૌથી મહત્વની ભૂમિકા સિસોદિયા દ્વારા ભજવવામાં આવી હતી. આ સાથે જ મનીષ સિસોદિયા પર મની લોન્ડરિંગનો પણ કેસ ચાલી રહ્યો છે. જે કેસની પણ કસ્ટડી હાલ ચાલી રહી છે.એટલે કે મનીષ સિસોદિયા પર એક સાથે બે તપાસ ચાલી રહી છે. તેમને આ પહેલા પણ ઘણી વખત દિલ્હી હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજી અત્યાર સુધી નામંજૂર કરવામાં આવી રહી છે.

    આ કેસમાં મનીષ સિસોદિયા સહિત  15 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. અંદાજીત છ મહિનાની ત્પાદ બાદ સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. સિસોદિયાની ધરપકડ 26 ફેબ્રુઆરીના રોજ થઈ હતી. મનીષ સિસોદિયા ભૂતકાળમાં આમ આદમી પાર્ટીમાં ડેપ્યુટી સીએમ તરીકે ફરજ બજાવતા હતા. પરિસ્થિતિને જોતા હજુ પણ કોર્ટ કસ્ટડીમાં વધારો કરી શકે છે.


    Discover more from VR LIVE GUJARAT: Gujarat News

    Subscribe to get the latest posts to your email.