કુશ્તીબાજો સામે પોલીસે કરી લાલ આંખ

0
159

રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દેશના પ્રખ્યાત કુશ્તીબાજો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા.રવિવારે કુશ્તીબાજોએ નવા સંસદ ભવન આગળ મહિલા મહાપંચાયત યોજવાનું નક્કી કર્યું હતું,કુસ્તીબાજો વડાપ્રધાન મોદી નવા સંસદ ભવનનું લોકાર્પણ કરે તે પહેલાજ કુશ્તીબાજો નવા સંસદ ભવન તરફ આગળ વધવા લાગ્યા હતા.અનેક પહેલવાનોની અટકાયત કરવામાં આવી હતી.ભારે હોબાળો થયો હતો.ત્યારે દિલ્હી પોલીસે પેહલવાનોની સામે બારાખંબા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર  નોંધવામાં આવી છે.એફઆઈઆર મુજબ કુશ્તીબાજોએ પોલીસ સાથે મારપીટ અને ધક્કામુક્કી કરી છે.કોન્સેટબલ માધવે  આ અંગે ફરિયાદ નોંધાવી છે.જેમાં વિનેશ ફોગટ,બજરંગ પુનિયા,સાક્ષી મલિક સહિત 12 લોકોના નામ શામેલ છે.