HomeAhmedabadઅમદાવાદના વાતાવરણમાં પલટો

અમદાવાદના વાતાવરણમાં પલટો

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી મુજબ અમદવાદના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો.અમદાવાદ અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે   વરસાદ વરસ્યો હતો.જેના પગલે લોકોને ગરમીથી રાહત મળી હતી.અમદાવાદના થલતેજ, એસજી હાઈવે સહિતના  વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.અમદાવાદમાં રવિવારે સાંજે વરસાદ વરસતા લોકોની રજા બગડી હતી તો બીજી તરફ  આઈપીએલ ફાઈનલ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે.મોટી સંખ્યામાં લોકો  મેચ જોવા પહોંચ્યા છે. અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ક્રિકેટ રસિકોમાં નિરાશા જોવા મળી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments