ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદ

0
239

આગામી 4 દિવસ માવઠાની શક્યતા

ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વાતાવરણ પલટાયું છે અને વરસાદના સમાચાર મળી રહ્યા છે. ભાવનગર જીલ્લામાં સિહોર ઘોઘા પંથકમાં ધોધમાર વરસાદના સમાચાર છે. જયારે મહીસાગર જીલ્લામાં ભારે પવન ફૂંકાયો છે. પાટણ જીલ્લામાં પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે.

અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ દિવસભર રહ્યા બાદ સાંજે વરસાદી વાતાવરણ જામ્યું હતું. અહી ઉલ્લેખનીય છેકે આગામી 4 દિવસ ગુજરાતમાં માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  

જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે જોતા આગામી ચાર દિવસની આગાહી પ્રમાણે માવઠાની શક્યતા અને મેઘ ગર્જના જોવા મળશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ