ટીપું સુલતાનની તલવારે હરાજીના તમામ રેકોર્ડ તોડ્યા

0
48

ટાઈગર ઓફ મૈસુરની તલવાર લંડનમાં વેચાઈ

મૈસુરના 18 મી સદીના શાસક ટીપું સુલતાનની તલવારે લંડનના બોનહામ્સમાં હરાજીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. આ જગવિખ્યાત તલવાર હરાજીમાં 1.4 કરોડ પાઉન્ડમાં વેચાઈ છે. અને ઈતિહાસ રચ્યો છે. ૧૭૮૨ થી ૧૭૯૯ સુધી શાસન કરનાર ટીપું સુલતાનને ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા જનરલ ડેવિડ બાયર્ડને ભેટ આપવામાં આવી હતી. જનરલે ટીપું સુલતાનના રાજ્ય મૈસુર પર હુમલો કર્યો હતો અને તેમાં ટીપું સુલતાનનું નિધન થયું હતું.

ટીપું સુલતાનની તલવારને સુખેલા કહેવામાં આવે છે. આ તલવારને સોનામાં સુંદર કોતરણની કરવામાં આવી છે. અહી ઉલ્લેખનીય છેકે ભારતની ઐતિહાસિક ચીજ વસ્તુઓ અંગ્રેજ શાસકો અલગ અલગ સમયે બ્રિટનમાં લઇ ગયા હતા અને ત્યાંના મ્યુઝીયમમાં આ તમામ ઐતિહાસિક અને ભવ્ય ધરોહર આજે પણ સચવાઈ રહી છે.

અલગ અલગ સમયે આ તમામ વસ્તુઓને ભારત પરત લાવવાની વાત થતી હોય છે પરંતુ ક્યારે અને કેટલા તેમાં સફળ થવાશે તે સમય બતાવશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.