કર્ણાટકમાં મંત્રી મંડળનું વિસ્તરણ, હવે કુલ ૩૪ મંત્રીઓ

0
175

કર્ણાટક સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે ૨૪ ધારાસભ્યોને મંત્રી પદે શપથ લેવડાવ્યા હતા. આમ હવે કર્ણાટક કેબિનેટમાં મંત્રીઓની કુલ સંખ્યા ૩૪ પર પહોંચી છે. તમામને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ નાણા વિભાગ પોતાની પાસે જાળવી રાખ્યો છે. તેઓએ કેબિનેટ મામલા, ગુપ્ત માહિતી, વ્યક્તિગત અને પ્રશાસનિક સુધાર અને સૂચના વિભાગ પણ પોતાની પાસે રાખ્યા છે. ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને સિંચાઈ અને બેંગલુરુ સિટી ડેવલપમેન્ટ વિભાગ સોંપાયો છે. જી પરમેશ્વરને ગૃહ વિભાગ સોંપવામાં આવ્યો છે. એસ.કે પાટીલને કાયદો અને સંસદીય બાબતો, કે.એ.મુનિયપ્પાને અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ફાળવાયો છે. ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેને ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ વિભાગ સોંપવામાં આવ્યો છે.