અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને મંજુરી નહી
પોલીસે હજુ સુધી લેખીતમાં મંજુરી આપી નથી,
આયોજકો અને પોલીસ વચ્ચે ચાલી રહી છે મંત્રણા
અનેક રાજકીય નેતાઓ આવી શકે છે કાર્યક્રમમા
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મહારાજ ગુજરાતની મુલાકાતે છે,ત્યારે અમદાવાદમાં એક તરફ તેમના દિવ્ય દરબારની તૈયારીઓ થઇ રહી છે, તો બીજી તરફ કાર્યક્રમને પોલીસની મંજુરી નથી મળી,, દિવ્ય દરબાર કાર્યક્રમને DCP ઝોન 1 ની લેખિત મંજૂરી નહિ મળતા હાલ કાર્યક્રમ કરવા અંગે અસમંજસ જેવી સ્થિતિ સર્જાઇ છે, કાર્યક્રમ સ્થળ પર મંડપ બનીને તૈયાર થઇ ગયો છે, દિવ્ય દરબાર કાર્યક્રમમાં એન્ટ્રી માટે પાસનું આયોજન કરાયું.. અંદાજે એક હજાર જેટલા લોકો આવે તેવું આયોજન કરાયું..આયોજકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, 29 અને 30મેં એમ બે દિવસ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દિવ્ય દરબાર યોજશે તેવી તૈયારી છે,,