HomeDeshકેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કોંગ્રેસ પર આકરા પ્રહાર

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કોંગ્રેસ પર આકરા પ્રહાર

નવા સંસદ ભવનના લોકાર્પણને લઈને થઇ રહેલા વિવાદ પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું છે કે, “કોંગ્રેસનો વિરોધ અને કોંગ્રેસ જેવી વિચારધારાને ટેકો આપતી પાર્ટીઓ તેમની રાજકીય નાદારી બતાવી રહી છે. લોકશાહીનું મંદિર એટલે કે, નવું સંસદ ભવન દેશવાસીઓના સ્વાભિમાન, નિશ્ચય, શક્તિ અને આકાંક્ષાઓની અભિવ્યક્તિને પ્રતિબિંબિત કરે છે. આવી સ્થિતિમાં બહિષ્કાર કરીને કોંગ્રેસ 140 કરોડ દેશવાસીઓના સ્વાભિમાનનું અપમાન કરી રહી છે. કોઈપણ એક પક્ષનો વિરોધ કરતી વખતે કેટલાક પક્ષોએ દેશનો વિરોધ શરૂ કરી દીધો છે. કોંગ્રેસનો ઈતિહાસ લોકશાહી અને બંધારણના અપમાનનો રહ્યો છે.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments